અયોધ્યા રામ- મંદિર વિવાદના કેસની સુનાવણી હવે 17મી ઓકટોબર સુધીમાં પૂરી કરાશે- બન્ને પક્ષોએ પોતાની દલીલો 17મી .. સુધીમાં પૂરી કરવાની રહેશે.

0
1865

અયોધ્યા રામ-મંદિ્ર વિવાદના કેસની સુનાવણી હાલમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ સમક્ષ ચાલી રહી છે. સુપ્રામ કોર્ટે એક દિવસનો સમય ઘટાડીને હવે બધા પક્ષકારોને સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું છેકે, હવે 18મી ઓકટોબરને બદલે 17મી ઓકટોબરે સુનાવણી પૂરી કરવાની રહેશે. તમામ પક્ષકારોએ પણ એવાતની ખાત્રી આપી હતી કે, સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં 5 ન્યાયાધીશોની બનેલી બંધારણીય ખંડપીઠ ઉપરોક્ત મામલાની સુનાવણી કરી રહી છે. છેલ્લા એક મહિનાથી ય વધુ સમયથી આ સુનાવણીની કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કાર્યકાળ 17મી નવેમ્બરના પૂર્ણ થઈ રહ્યો છે. પોતે ચીફ જસ્ટિસના હોદા્ પરથી નિવૃત્ત થાય એ પહેલાં તેઓ અયોદ્યા રામ- મંદિર કેસનો ચુકાદો આપવા માગે છે. 17મી ઓકટોબરોે કેસની સુનાવણી પૂરી થયા બાદ આદરણીય ન્યાયાધીશોને કેસનો ચુકાદો તૈયાર કરવા માટે એક મહિનાનો સમય લાગશે. 

   પહેલાં સુનાવણી માટે વધુ સમય ફાળવવાની મુસ્સિમ પક્ષની માગણીને ચીફ જસ્ટિસે ફગાવી દીધી હતી. તેમણેમહા ભારપૂર્વક જણાવ્યું હતું કે, 18મીની પહેલાં સુનાવણી પૂરી કરવાના પ્રયાસો કરવા જોઈએ. જરૂર પડશે તો સુનાવણીનો સમય રોજ એક કલાક વધારી શકાય છે. જરૂરી લાગશે તો શનિવારે પણ અદાલત સુનાવણી કરવાનું જારી રાખશે. અયોધ્યાના મામલામાં સુનાવણી રોજ ચાલી રહી છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને સોશ્યલ મિડિયા પર મળી રહેલી ધમકીઓનો અદાલત સમક્ષ ઉલ્લેખ કર્યો હતો. જેની નોંધ લેતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, દરેક પક્ષે કશો પણ ડર રાખ્યા વિના નિર્ભયતાથી પોતાનીરજૂઆ ત કરવી જોઈએ.