અયોધ્યા રામ- જન્મ ભૂમિ વિવાદની સુનાવણી આગામી 10મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.-સુપ્રીમ કોર્ટે આપી તારીખ. ..

0
789

આજે સુપ્રીમ કોર્ટે દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, અયોધ્યા રામ- મંદિર કેસની સુનાવણી આગામી 10મી જાન્યુઆરીથી શરુ કરવામાં આવશે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના પાંચ જસ્ટિસની બનેલી બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે. બેન્ચમાં જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એન.વી . રમના , જસ્ટિસ યૂ યૂ લલિત અને જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ શામેલ છે. બેન્ચનું અધ્યક્ષપદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સંભાળશે. આ કેસની સુનાવણી માટે રચાયેલી બેન્ચમાં જે જે જસ્ટિસની પસંદગી કરવામાં આવી છે તે દરેક જસ્ટિસ ન્યાયતંત્રનો બહોળો અને તલસ્પર્શી અનુભવ ઘરાવે છે. સુપ્રીમ કોર્ટમાં પણ તેમની કામગીરી સિનિયોરિટીની કક્ષાએ છે. 2010થી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેશ કરાયો છે. પરંત હજી સુધી ગુણવત્તાના આધારે એની સુનાવણી શરૂ થઈ શકી નથી. હવે લોકોના મનમાં કંઈક વિશ્વાસનો અને આશાનો સંચાર થયાનું અનુભવાય છે. પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી કોન્સ્ટીટ્યુશન વિષયક બેન્ચ સમક્ષ રજૂ થનારો આ કેસ મહત્વનો અને યોદગાર બની રહેશે.