અયોધ્યા રામ-જન્મભૂમિ વિવાદ પર રોજના ધોરણે સુનાવણી ચાલી રહી છે…

0
748

  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળ પાંચ જજોની બંધારણીય બન્ચ સમક્ષ 6 ઓગસ્ટથી સુનાીવણી શરૂ કરવામાં આવી હતી. બંધારણીય બેન્ચ સમક્ષ કરવામાં આવી રહેલી સુનાવણી પર તમામ દેશની નજર કેન્દ્રિત છે. પ્રથમ સપ્તાહમાં 3 દિવસ સુનાવણી કરવામાં આવી હતી. હવે જૂની પરંપરાનો તોડીને સપ્તાહમાં 5 દિવસ સુનાવણી કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ સુનાવણીમાં જુદા જુદા પક્ષકારો તરફથી પોતાની તરફેણમાં દલીલો કરવામાં આવી રહી છે. મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવન તરફથી પાંચ દિવસ સુનાવણી કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાંચ દિવસની સુનાવણીને કારણે તેમને પોતાના પક્ષની દલીલો અને પુરાવાઓ તૈયાર કરવાનો સમય ન મળતો હોવાની ફરિયાદ કરી હતી.