અયોધ્યા રામ- જન્મભૂમિ મંદિર વિવાદઃ હિંદ પક્ષકાર ગોપાલસિંહ વિશારદની સુપ્રીમ કોટૅને અરજઃ જલ્દીથી કેસની સુનાવણી શરૂ કરો….

0
677

 

    અયોધ્યા- રામ- જન્મભૂમિ વિવાદનો ઉકેલ વાવા માટે તા 8માર્ચે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને એની જવાબદારી સોંપી હતી. આ મધ્યસ્થતા કમિટીમાં જસ્ટિસ એસ બોબડે, ભૂતપૂર્વ જસ્ટિસ એફ એમ કલિકુલ્લા, આદ્યાત્મિક ગુરુ શ્રીશ્રીરવિશંકર, સીનિયર વકીલ શ્રીરામ પંચુ વગેરે સભ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મધ્યસ્થતા કમિટીને એવો નિર્દેશ કર્યો હતો કે,આઠ સપ્તાહની સમય- અવધિમાં વાતચીત ચર્ચા- વિચારણા પૂરી કરવામાં આવવી જોઈએ. ગત મે મહિનામાં જસ્ટિસ એસ એ બોબડે , જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ, અને જસ્ટિસ એસ.અબ્દુલ નજીરની બેન્ચે મધ્યસ્થતા કમિટીને આ વિવાદનો ઉકેલ લાવવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. બેન્ચ માની રહી છે કે આ વિવાદનો જલ્દીથી મૈત્રીપૂર્ણ ઉકેલ આવશે. 

   બેન્ચે જણાવ્યું હતું કે, મધ્યસ્થતા કમિટી આ મામલાનો મૈત્રીપૂર્ણ ઉકેલ લાવવા અંગે આશાવાદી હોય તો એમને 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં શું વાંધો છે..6 ડિસેમ્બર 1992ના દિવસે બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. જેનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ વિવાદના નિરાકરણ માટે પ્રવૃત્તિ અને કામગીરીનું સ્થળ ઉત્તરપ્રદેશનું ફૈઝાબાદ નક્કી કર્યું હતું. ફૈજાબાદ અયોધ્યાથી 7 કિમી. દૂર છે. આ કામગીરી માટે સગવડ, સુવિધા અને સુરક્ષાની તમામ જવાબદારી ઉત્તરપ્રદેશની રાજય સરકારને સોંપવામાં આવી હતી. આ કેસ અંગેની કોઈ