અયોધ્યા કેસ- રામજન્મભૂમિ મંદિર વિવાદ ઃ સુપ્રીમ કોર્ટે સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી .. માત્ર 3 મિનિટની સુનાવણી બાદ અદાલતે સુનાવણી માટે જાન્યુઆરી -2019 નિર્ધારીત કરી…2010માં અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદાની વિરુધ્ધ સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી હતી.

0
748

 

અયોધ્યા – રામજન્મ ભૂમિ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણી આજે અદાલતે જાન્યુઆરા 2019માં કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ વિવાદ અંગેની સુનાવમી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે જાન્યુઆરી 2019સુધી મોકૂફ રાખી હતી. આ કેસ માટે ન્યાયાધીશોની નવી બેન્ચ – ખંડપીઠ નિમવામાં આવી હતી. આ કેસની અગાઉની સુનાવણી તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ, અને જસ્ટિસ અબ્દુલ નજીરની બન્ચ કરી રહી હતી. હવે વડા ન્યાયાધીશ તરીકે રંજન ગોગોઈની નિમણુક કરવામાં આવી છે. તેમણે ઉપરોકત કેસ માટે રચેલી નવી બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિત જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એફ એમ જોસેફનો સમાવેશ થાય છે. અયોધ્યામાં

રામ- મંદિર અને બાબરી મસ્જિદના કેસ અંગે આખા ભારતમાં ઈંતેજારી – ઉત્સુકતા છે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહયું હતું કે, આ કેસની તત્કાળ સુનાવણી અંતર્ગત, ફેંસલો ના સંભળાવી શકાય. વળી તેમણે જણાવ્યુપં હતું કે, જમીન વિવાદના મુદા્ને લક્ષમાં રાખીને  પુરાવાને આધારે કેસ હાથ ધરવામાં આવશે.

શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું હતું કે, કટ્ટરપંથી મુલ્લાઓ અને કોંગ્રસને કારણે અયોધ્યાનો મામલો કોર્ટમાં અટવાયો છે. વસીમ રિઝવીએ જણાવ્યું હતું કે, જે ભગવાન આ દુનિયામાં માણસના ભાગ્યનો નિર્ણય કરે છે, એ જ ભગવાન પોતાના ઘરના નિર્ણય માટે માણસોએ બનાવેલી અદાલતના ફેંસલાની રાહ જોવી પડે છે. સમસ્ત વિશ્વની માનવજાતિ માટે આ શરમજનક વાત છે.

છેલ્લાં 70 વરસથી રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ વિવાદ ચાલી રહયો છે. આ કેસના એક પક્ષકાર ઈકબાલ અન્સારીએ જણાવ્યું હતું કે, જે પણ નિર્ણય થાય- જે પણ ચુકાદો આવે તે ત્વરાથી આવવો જોઈએ. રાજકારણ અને પરસ્પરના સંકુચિત હિતો અને વિચારસરણીને કારણે આટઆટલા વરસો સુધી આ કેસનો ચુકાદો આવી શકતો નથી એ શરમજનક વાત છે.