અયોધ્યામાં 5 માર્ચના યોજાઈ રહ્યું છે મુસ્લિમ મહિલા સંમેલન

0
792
REUTERS

આગામી 5 માર્ચના અયોધ્યામાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા મુસ્લિમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું ચે. જેમાં દેશભરમાંથી  આશરે 500 મુસ્લિમ મહિલાઓ હાજરી આપશે એવું જણાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકત્ર થનારી મહિલાઓ દ્વારા અયોધ્યામાં  રામ મંદિરનું નિર્માણ કરવાની બાબતને સમર્થન આપવામાં આવશે. સંમેલનમાં ઉપસ્થિત મુસ્લિમ મહિલાઓ  રામમંદિરમાં દર્શન પણ કરશે.  તે સાથે સાથે અન્ય 11 જેટલી માગણીઓ પણ પેશ કરવામાં આવશે. જેમાં તીન તલાકનો વિરોધ, મુસ્લિમ મહિલાઓના સમાન હક માટે તાલીમ, મુસ્લિમ મહિલાને પતિ અને પિતાની મિલકતમાં હિસ્સાનો અધિકાર, દુનિયામાં દરેક ક્ષેત્રમાં દરેક સ્થળે નોકરી માટે હક, ત્રણ તલાકની સજા 3 વરસથી વધારીને 10 વરસની કરવાની માગણી, તલાક સમયે નાણાકીય વળતર, તલાક વખતે નાણાકીય વળતર ના મળે તો વિધવાને મળતા પેન્શનની જેમ પેન્શન મેળવવાનો અધિકાર વગેરેનો  સમાવેશ થાય છે. સન્ની સોશ્યલ ફોરમ દ્વારા અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે સમર્થન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ આરએસએસની પ્રેરણાથી રચાયો છે. ભારતના મોટાભાગના મુસ્લિમો દેશમાં અમન અને ભાઈચારાનું વાતાવરણ સ હંમેશા માટે રહે એમ ઈચ્છી રહ્યા છે. નવી પ્રગતિશીલ વિચારધારાનો સ્વીકાર અને સ્ત્રી – પુરુષને સમાન અધિકાર , સહુને સમાન હક સાથે જીવવાનો હક વગેરે માગણીઓ એવાત પૂરવાર કરે છે કે મુસ્લિમ મહિલાઓ હવે નિર્ભયતાથી પોતાના અધિકાર માટે રજૂઆત કરવાની નૈતિક હિંમત દર્શાવી રહી છે.