અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા ફંડ એકત્રિત કરવાનું આયોજન હાથ ધરાયું છે

અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા ફંડ એકત્રિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં ડો. હેડગેવાર ભુવન, કર્ણાવતી ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી તથા આર.એસ.એસના રૂપેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદ – મણિનગર જિલ્લા અભિયાન પ્રમુખ શ્યામભાઈ જાલન – મણિનગર જિલ્લા અભિયાન વાલી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ થયો હતો. અનેક શ્રેષ્ઠીઓએ નિધિ સમર્પણ ફંડમાં ધન રાશિ સમર્પણ કરી હતી.