અયોધ્યામાં રામ મંદિર માટે સુરતથી જળ-માટી મોકલવા પૂજા કરાઈ

 

સુરતઃ રામ જન્મભૂમિસ્થિત આગામી ઓગસ્ટ માસમાં રામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે રામમંદિર નિર્માણને લઈ સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતેથી સુરતની માટી અને તાપીના જળને કળશમાં લઇ શિલાન્યાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ જળ અને માટીનો અયોધ્યા રામ મંદિર બનાવવા ઉપયોગમાં લેવાશે.

૫ ઓગસ્ટના રોજ અયોધ્યાસ્થિત ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લામાંથી પવિત્ર માટી આ મંદિરના નિર્માણ માટે ઉપયોગ થાય એવી ભાવના હિન્દુ સમાજની લાગણી અને માગણી છે. ૧૯૮૯ અને ૧૯૯૨ની કાર સેવામાં સુરત શહેરમાંથી પાંચ કારસેવકો જોડાયા હતા. જે કાર સેવકો દ્વારા સોમવારે વરાછાના માનગઢ ચોક ખાતે કે જ્યાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઇ હતી. આવી પવિત્ર કર્ણ ભૂમિ સુરતથી પવિત્ર માટી અને તાપી માતાનું પવિત્ર જળ કળશમાં લેવામાં આવ્યું હતું. આ માટી અને જળ પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યાસ્થિત ભવ્ય રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમ સુરતના અલગ અલગ જિલ્લાઓમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો છે.