અયોધ્યામાં રામ- મંદિરનું ભવ્ય  નિર્માણ કરવા માટે દેશભરમાંથી દાનને પ્રવાહ સતત વહી રહ્યો છે…

 

  રામ- મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી અત્યાર સુધીમાં આશરે 100 કરોડ રપિયાથી વધુનું ફંડ આવી ગયું છે. ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ગ્રુપનું અભિયાન ચલાવીને પ્રત્યેક ઘરમાંથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. લોકો પાસેથી ચેક અને ઓનલાઈન માધ્યમથી પણ દાન લેવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત  રાયે જણાવ્યું હતું કે, ફાળો એકત્ર કરવાના અભિયાનમાં આશરે દોઢ લાખ લોકોની ટીમ કામ કરી રહી છે. આગામી 39 મહિના દરમિયાન ભવ્ય રામ- મંદિરનું નિર્માણ કાર્ય પૂરં થઈ જશે એવી એમણે આશા વ્યક્ત કરી હતી. 

      રામ મંદિરના નિર્માણ માટે ભક્તો, શ્રદ્ધાળુઓના દાનની ગંગા વહી રહી છે. રામભક્તો મોટી સંખ્યામાં ચાંદીની ઈંટ ભેટ કરી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પાસે ઈંટોનો અંબાર જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુધીમાં 400 કિલો ચાંદીની ઈંટો દાનમાં આવી ગઈ છે. હવે ટ્રસ્ટે ચાંદીની ઈંટ દાન ન કરવાની લોેકોને અપીલ કરી હતી.