અયોધ્યામાં દીપોત્સવઃ ૩૨ ઘાટ પર ૧૨ લાખ દીવા પ્રગટાવી નવો રેકોર્ડ

 

અયોધ્યાઃ લંકા પર વિજય બાદ ભગવાન રામના વનવાસના અંત પછી અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરવા માટે રામનગરી અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. અહીં રામ કી પૌડી ખાતે આયોજિત ભવ્ય દિવાળી ઉત્સવમાં ૧૨ લાખ દીવા પ્રગટાવવામાં આવશે. ૩૬,૦૦૦ લિટર તેલનો ઉપયોગ કરવામાં આવશે. ૧૨ હજાર સ્વયંસેવકો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે, જેને દુનિયાના દરેક ખૂણેથી લોકો જોશે.  દીવડા ઓછામાં ઓછા ૫ મિનીટ સુધી સળગતા રહે તેની ચોક્સાઈ રાખવામાં આવી રહી છે જેથી વર્લ્ડરેકોર્ડ બનાવી શકાય.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વર્ષમાં એટલે કે ૨૦૧૭માં જ દીપોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તે વર્ષે લગભગ ૧.૮૦ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ૨૦૧૮માં સંખ્યા વધીને ૩,૦૧,૧૫૨ થઈ ગઈ. તેવી જ રીતે, ૨૦૧૯માં પણ સંખ્યામાં વધારો થયો અને ૫.૫૦ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ૨૦૨૦માં ૫.૫૧ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને આ વર્ષે ૧૨ લાખ દીવાઓ સાથે તમામ જૂના રેકોર્ડ તોડવાના છે. 

અયોધ્યાએ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડવા અને ૭.૫૦ લાખ દીવડાઓ પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવવાની તૈયારી કરી લીધી છે. આ કાર્ય માટે અવધ યુનિવર્સિટીની સમગ્ર ટીમ છેલ્લા બે દિવસથી મહેનત કરી રહી છે. આ મહેનતના પરિણામે મંગળવારે રામ પૌડીના ૩૨ ઘાટમાં નિયત સંખ્યામાં ૯ લાખ દીવા પહોંચાડવાનો લક્ષ્યાંક પૂરો થયો છે. બુધવારે હનુમાન જયંતિ નિમિત્તે દીપોત્સવનો મુખ્ય તહેવાર ઉજવાશે. આ દીપોત્સવના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત કેન્યા, વિયેતનામ અને ત્રિનિદાદ-તુબાગોના રાજદ્વારીઓ પણ ઉપસ્થિત રહેશે