અમેરિકી ચૂંટણી અંગે જાણીતા પત્રકાર-સાંસદ કુમાર કેતકરનો પરિસંવાદ યોજાયો

 

અમદાવાદઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ૨૦૨૦ની ચૂંટણી અંગે ચીમનભાઈ ઇનિ્સ્ટટ્યુટ ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન સંસ્થાના વિદ્યાર્થીઓ અને મહાનુભાવો દ્વારા માહિતીસભર વર્ચ્યુલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહારાષ્ટ્રની રાજ્યસભાના સભ્ય કુમાર કેતકર હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર બી. એન. નવલાવાલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં એન.આર.જી. સેન્ટરનાં ચેરમેન દિગંત સોમપુરા, નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ ધર્મેન્દ્રસિંહ સૈની, રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર તેમજ અમદાવાદ શહેરની વિવિધ કોલેજનાં પ્રાધ્યાપકો પણ આ સત્રમાં જોડાયા હતા. જે વક્તાઓનો પરિચય ઇનિ્સ્ટટ્યુટના નિયામક ડો. હરિ દેસાઈએ આપ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડો. દેબોલિના દાસગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. 

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનાં મહત્ત્વનાં મુદ્દે વાત કરતા કુમાર કેતકરે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની આ ચૂંટણી ખૂબ નોંધપાત્ર હશે અને આ ચૂંટણી અમેરિકાનાં ઇતિહાસમાં એક નવો વળાંક લેશે. અમેરિકી રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિ બધું જ સંક્રાતિકાળમાં આવશે. આ કારણોસર કેટલાક અમેરિકી બુદ્ધિજીવીઓ અને વિચારકો અમેરિકાની એકતા સંદર્ભે ચિંતા વ્યક્ત કરે છે. હાલમાં અમેરિકામાં ચર્ચા છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પછી અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રહેશે કે ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બનશે?

ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનની ભૂમિકા ઉદારવાદ તેમજ ધર્મનિરપેક્ષતા પર આધારિત છે. જ્યારે રિપબ્લિકન પક્ષનાં ઉમેદવાર વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગોરાઓનાં વર્ચસ્વ અને આગેવાનીનો પ્રચાર કરે છે.

વધુમાં કુમાર કેતકરે જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભારતની મુલાકાતે આવ્યા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટન ટેક્સાસ સ્થિત હાઉડી મોદી કાર્યક્રમ યોજ્યો જે મુલાકાતો વ્યુહાત્મક ગણવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામનો ભારત પર પણ ઘેરો પ્રભાવ પડશે. તેમાંય પણ ખાસ કરીને ણ્૧ગ્ વિઝા, ચીન સાથેનું શીત યુદ્ધ અને આયાત નિકાસ પર આ ચૂંટણીનું પરિણામ મહત્ત્વની અસર પાડશે