અમેરિકા-ભારત વચ્ચે લશ્કરી આદાનપ્રદાન કરાર પર હસ્તાક્ષર

0
956


સુષ્મા સ્વરાજ, માઇક પોમ્પિઓ, જેમ્સ મેટિસ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નિર્મળા સીતારામન નજરે પડે છે.

ન્યુ યોર્કઃ અમેરિકા-ભારત વચ્ચે મુખ્ય લશ્કરી આદાનપ્રદાન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેમ જ વેપાર, એચ-વન-બી વિઝામાં ફેરફાર વિશે ચર્ચા થઈ હતી. છઠ્ઠી સપ્ટેમ્બરે બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો વધારવા વાર્તાલાપ યોજાયો હતો, જેમાં મુખ્ય નેશનલ સિક્યુરિટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા હતા. અમેરિકન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બન્ને દેશો વચ્ચેની આ મંત્રણા વધુ મોટા અને મહત્ત્વપૂર્ણ સંબંધો તરફ આગળ વધવાની દિશામાં મોટું પગલું છે.
છેલ્લા એક દાયકાથી મુખ્ય મિલિટરી કોમ્યુનિકેશન્સ એગ્રીમેન્ટ પર કામ ચાલતું હતું જે નવી દિલ્હીમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીએ અને ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેટિસની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અ પ્રસંગે ભારતનાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને સંરક્ષણમંત્રી નિર્મળા સિતારામન ખાસ હાજર રહ્યાં હતાં. કરારનું નવું માળખું અમેરિકી પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોશિંગ્ટન ડીસીમાં જૂન, 2017ના રોજ નક્કી થયું હતું. ઉલ્લેખનીય છે કે મેટીસ અને પોમ્પીઓની ભારતની આ સૌપ્રથમ મુલાકાત હતી અને સંયુક્ત વિદેશયાત્રા હતી.
બન્ને દેશોના વિદેશ મંત્રાલય – સંરક્ષણ મંત્રાલય – વિદેશ મંત્રી – સંરક્ષણ મંત્રી વચ્ચે હોટલાઇન પ્રસ્થાપિત કરવા માટે બન્ને દેશોના વડા સંમત થયા હતા. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતનું સભ્યપદ સલામત રાખવા સાથે મળીને કામગીરી કરવા તેઓ સંમત થયા હતા.
ભૂતપૂર્વ સિનિયર કેરિયર ફોરેન સર્વિસ અધિકારી અને રાજદૂત ટેરેસીટા સ્ચફરે જણાવ્યું હતું કે સૌપ્રથમ મિલિટરી કો-ઓપરેશન એગ્રિમેન્ટ સન 1990માં થયું હતું. આ સરકાર 2૆2= સમાન વાત બન્ને દેશો માટે ફળદાયી અને આશાસ્પદ છે.
ધ કોમ્યુનિકેશન્સ કોમ્પેટીબિલિટિ એન્ડ સિક્યુરિટી એગ્રીમેન્ટ 31મી જુલાઈએ અસ્તિત્વમાં આવ્યું હતું. જ્યારે અમેરિકાએ ભારતનો સમાવેશ નાટા સંગઠનમાં કરવાની માગણી કરી હતી.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ પોલિટિકલ એનાલિસ્ટ વોલ્ટર એન્ડરસને જણાવ્યું હતું કે 2૆2 એ બન્ને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીનું બીજું મહત્ત્વનું પગલું છે. એન્ડરસન જોહન્સ હોપકીન્સ સ્કૂલ ઓફ એડવ3ાન્સ ઇન્ટરનેશનલ સ્ટડીસ સાઉથ એશિયા પ્રોગ્રામનું નેતૃત્વ કરે છે.
જર્નલ યુએસ – ઇન્ડિયા ગ્લોબલ રિવ્યુના પબ્લિશર ડો. સુધીર પરીખે મિલિટરી કોમ્યુનિકેશન્સ એગ્રિમેન્ટને ‘ભવ્ય વિકાસ’ તરીકે ગણાવ્યો હતો. બન્ને દેશો એકબીજાને સંવેદનશીલ લશ્કરી માહિતી આપવા માટે સંમત થયા છે તે આવકારદાયક બાબત છે. મોસ્કો ભારતનું સૌથી મોટું શસ્ત્રોનું ખરીદદાર છે. અને ઈરાન તેનું સૌથી મોટું સપ્લાયર છે. આ મંત્રણા દરમિયાન બન્ને દેશો વચ્ચે સંધિ અને વ્યૂહાત્મક ભાગીદારીની ચર્ચા થઈ હતી.