અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સિરિયા પર હવાઈ હુમલો કર્યો..

0
729

 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ બ્રિટન અને  ફ્રાંસ સાથે સહભાગી બનીને સિરિયા પર હવાઈ હુમલો કર્યો છે. .આ હવાઇ હુમલા સિરિયાની રાજધાની દમાસ્કસમાં કેટલાક વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. રશિયાના  અમેરિકા ખાતેના રાજદૂત એનાટેલી એનટોનોવે આ હવાઈ હુમલા બાબત નિવેદન કરતા કહ્યું હતું કે, મારી ભયપ્રદ આશંકા સાચી પડી રહી છે. અમે તો અગાઉથી જ એવી ચેતવણી આપી દીધી હતી કે,  જો આ હુમલા જેવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો એના પરિણામ ભોગવવા પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે એમના નિવેદનમાં રશિયા અને ઈરાનની સખત ટીકા કરી હતી.અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એવો પ્રશ્ન કર્યો હતોકે, કયો દેશ એવો હશે કે જે  બહોળી સંખ્યામાં નિર્દોષ લોકોની હત્યાઓના કરપીણ કૃત્યમાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે ઈચ્છા બતાવે? બ્રિટનના વડાપ્રધાન થેરેશાએ પણ સિરિયા પર કરવામાં આવેલા હવાઈ હુમલાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સિરિયાએ કરેલા કેમિકલ  હથિયારોના ઉપયોગ બાદ તેને સામે જવાબ આપવા માટે આ હવાઈ હુમલા સિવાય કોઈ પણ વિકલ્પ અમારી પાસે ઉપલબ્ધ નહોતો.