અમેરિકા પર પરમાણુ હુમલો થાય તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે સુરક્ષા તૈયાર

0
1286
Reuters
REUTERS

આજે   વિશ્વભરના મહારાષ્ટ્રો ૟યુધ્ધની ભાષા બોલી રહ્યો છે. જગતની મહાસત્તાઓ  તેમજ યુનાઈટે઼ નેશન- બધે જ સત્તાનું રાજકારણ રમાઈ રહ્યું છે. અમેરિકા, ચીન, જાપાન, રશિયા અને વિશેષ કરીને ઉત્તર કોરિયા પરમાણુ શસ્ત્રોના ઉપયોગ માટે જાણે એકમેકની હૂંસાતૂંસી કરી રહ્યા છે. આજની આધુનિક ટેકનોલોજીએ માનવ-જીવનની સલામતી માટે અનેક સવાલો ઊભા કર્યા છે . એવો પ્રશ્ન ચર્ચાય છેકે, જો અમેરિકાને માથે પરમાણુ યુધ્ધનું સંકટ તોળાય તો અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાની કઈ વ્યવસ્થા ઉપલબ્ધ છે …

અમેરિકાના 33મા પ્રમુખ ટ્રુમેનના સમયમાં વ્હાઈટ હાઉસમાં એક એવું ભોંયરું – બંકર્સ બનાવવામાં આવ્યું હતું કે, જેમાં યુધ્ધની તાકીદની સ્થિતિમાં પ્રમુખને સહીસલામત રાખી શકાય. એમના જીવનની પૂરેપૂરી સુરક્ષા થઈ શકે. અગર અમેરિકા પર કોઈ પરમાણુ હુમલો કરે તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલામત રીતે ભૂગર્ભમાં – બંકર્સમાં રાખવાની સુવ્યવસ્થા ગોઠવાયેલી જ છે૤.

આજે અનેક દેશો પાસે પરમાણુ શસ્ત્રોને પુરવઠો જંગી માત્રામાં ઉપલબ્ધ છે. પરમાણુ હથિયારો, પરમાણુ મિસાઈલોનો ઉપયોગ આપણી કલ્પનામાં પણ ના આવે એવા ખતરનાક પરિણામો સર્જી શકે છે..આવા હુમલાઓ દરમિયાન પોતાના વહીવટીતંત્રનું તેમજ આમજનતાનું રક્ષણ કરવા પરમાણુ શસ્ત્રો વિરુધ્ધની સલામતી વ્યવસ્થા આપણા રાષ્ટ્રો પાસે છે ખરી….એનો ઉત્તર આપણી પાસે નથી.

 આજકાલ ચીન, ઉત્તર કોરિયા તેમજ અમેરિકા પરસ્પર વૈમનસ્ય અને સ્પર્ધાની ભાષામાં વાત કરી રહ્યા છે..સમગ્ર વિશ્વમાં માનવજાતિના અસ્તિત્વની – એની સલામતી અને સુખાકારીની સ્થિતિ જલદ છે. જગત આખું આજે પરમાણુ શસ્ત્રોના જવાળામુખીની ટોચ પર બેઠું છે..અમેરિકાના પ્રમુખની અમેરિકાના વહીવટીતંત્રને ચિંતા હોય એ સ્વાભાિવક જછે.. વહાઈટ હાઉસ સિવાય   પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફલોરિડા ખાતેના નિવાસસ્થાન મારે લાગોમાં  પણ આવા બંકસર્ની ગોઠવણ કરવામાં આવી છે. પ્રમુખની સલામતી માટે તૈયાર કરવામાં આવેલા આ ભોંયરામાં પ્રમુખ તેમજ તેમના કેટલાક ચુનંદા વિશ્વસનીય અધિકારીઓ ને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે.

યુએસ સ્ટ્રેટેજીક વોચિંગ સર્વેમાં જણાવવામાં આવ્યું હતુંકે, જો હિરોશીમા અને નાગાસાકી પરના અણુ હુમલા દરમિયાન આવા બંકર્સ ઉપલબ્ધ હોતતો ઓછા લોકોની જાનહાનિ થઈ હોત..પોતે જ હુમલો કરે  ને પોતે જ ન્યાય તોળે..ઠાલો અફસોસ કરે… મગરના આંસુવહાવે એનું નામ અમેરિકા.!!…નોંધવું રહ્યું કે, આપ્રકારનું બંકર્સ બનાવવું એ ભૂતપૂર્વ પ્રમુખ ટ્રુમેનની યુધ્ધ વ્યૂહરચનાનો એક ભાગ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here