અમેરિકા પર દેવાનો બોજો વધ્યો, ભારતે અમેરિકા પાસેથી ૧૬ કરોડ રૂપિયા લેવાના બાકી

 

વોશિંગ્ટનઃ કોરોનાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને અસર કરી છે. પરંતુ કોરોનાની આર્થિક ઈજા અમેરિકા પર ઘણી વધારે રહી છે. અમેરિકા પર વૈશ્વિક દેવામાં ઝડપથી વધારો થયો છે. આટલું જ નહીં, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પરનું દેવું વધીને રેકોર્ડ ૨૯ ટ્રિલિયન ડોલર થયું છે.

અમેરિકા પાસે હાલમાં કુલ દેવું ભારતના જીડીપી કરતા ૧૦ ગણું છે. પરંતુ અમેરિકા પણ ભારતનું દેવદાર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા પર ભારતનું દેવું ઝડપથી વધી ગયું છે. હાલમાં, અમેરિકા પર ભારતનું દેવું, ૨૧,૬૦૦ કરોડ ડોલર છે, જે લગભગ ૧૬ લાખ કરોડ રૂપિયા છે.