
અમેરિકાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી નો વિઝાના અરજદારો માટેની નિયમાવલિમાં જણાવવામાં આવ્યું છે કે, અરજદારોએ પોતાના સોશ્યલ મિડિયા એકાઉન્ટસની પાંચ વરસની વિગતો – માહિતી અમેરિકાના વહીવટીતંત્રને જણાવવી પડસે. અમેરિકાના સ્ટે્ટ ડિપાર્ટમેન્ટે્ આ નવા નિયમ બાબત લોકોના સૂચનો માગ્યા છે. પ્રત્યેક વરસે અમેરિકાના વિઝા માટે એપ્લાય કરનારા આશરે 15 મિલિયન ( એક કરોડ, પચાસ લાખ ) લોકોને આ નવા નિયમની અસર થશે. નવો નિયમ ઈમિગ્રાન્ટ અને નોન- ઈમિગ્રાન્ટ – બન્નેને લાગુ પડશે. આ નિયમ અનુસાર, વિઝા માટે અરજી કરનારી વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટસ,ટવીટર, ઈઁસ્ટાગ્રામ , વગેરે માટે છેલ્લાં પાંચ વરસ દરમિયાન ઉપયોગ કરેલાં યૂઝરનેમ, ઈ-મેઈલ એડ્રેસ, ફોન નંબર વગેરે માહિતી જણાવવી પડશે. અમેરિકા આવનારા વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન – વ્યાવસાયિકોને પણ આ નવા નિયમની અસર થશે. આ નવા નિયમ અંગેની સંપૂર્ણ માહિતી અમેરિકાના ફેડરલ રજિસ્ટરની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.