અમેરિકા-ચીન સંઘર્ષથી વૈશ્વિક વ્યાપારને વિપરીત અસર થશે : રઘુરામ રાજન

 

ન્યુ યોર્કઃ જ્યારે અમેરિકી પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમેરિકા અને ચીન વચ્ચેનો સંઘર્ષ વધશે, જેનાથી વૈશ્વિક વ્યાપારને નુકસાન થશે, જે વૈશ્વિક વ્યાપાર ભારત અને બ્રાઝિલ જેવા ઉભરતા બજારોના કોવિડ-૧૯ના રોગચાળા પછી રિ-ઓપનીંગ માટે ઘણો જરૂરી છે અમે આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે. અર્થતંત્રમાં ભારે નુકસાન પામેલી કંપનીઓ હશે તેવી ચેતવણી આપતા તેમણે જણાવ્યું હતું કે રોગચાળા પછીની રિકવરીની સાથે સમારકામની પ્રક્રિયા હોવી પણ જરૂરી છે. ચોક્કસપણે આપણે અમેરિકાની ચૂંટણીની નજીક જઇ રહ્યા છીએ ત્યાર અમેરિકા અને ચીન વચ્ચેનો સંઘર્ષ વધશે અને તે વૈશ્વિક વ્યાપારને નુકસાન કરશે, જે વ્યાપાર ભારત, બ્રાઝિલ, મેક્સિકો જેવા ઉભરતા બજારો માટે અત્યંત અગત્યનો છે જ બજારોને ફરી ખુલવા માટે માગમાં કેટલોક વધારો થવો ખૂબ જરૂરી છે એમ તેમણે જણાવ્યું હતું