અમેરિકા-ઉ. કોરિયા વચ્ચે વધતો તનાવ

Korea North Supreme leader Kim Jong-un. (File Photo: IANS)

 

સિઉલઃ અમેરિકાના એક ટોચના અધિકારીએ ઉત્તર કોરિયા પર આક્ષેપ કર્યો છે કે તે અણુ મંત્રણાની બાબતમાં જૂનવાણી રીતે વિચારી રહ્યું છે. અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સ્ટીફન બિગન દ્વારા કરવામાં આવેલી આ ટીકા એક દુર્લભ બાબત છે જેમાં કોઇ અમેરિકન પદાધિકારી દ્વારા ઉત્તર કોરિયાની સીધી ટીકા કરવામાં આવી હોય, બંને દેશો વચ્ચે ૨૦૧૮માં અણુ શસ્ત્રો અંગે મંત્રણા શરૂ કરાઈ ત્યાર પછી આ પહેલી વખત થયુ઼ં છે કે જ્યારે ઉ. કોરિયાની ટીકા અમેરિકા દ્વારા કરવામાં આવી હોય. આ ટિપ્પણીઓ સૂચવે છે કે વોશિંગ્ટન ટૂંક સમયમાં મંત્રણાઓ ફરી શરૂ કરવા અંગે રસ ધરાવતુ઼ નથી. અમેરિકા અને ઉ. કોરિયા વચ્ચે મંત્રણાઓ શરૂ થયા બાદ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ઉ. કોરિયન વડા કિમ જોંગ વચ્ચે સિંગાપોરમાં શિખર મંત્રણા યોજાઇ હતી. ઉ. કોરિયા અણુશસ્ત્ર કાર્યક્રમ છોડી દેવા તૈયાર હતું પણ તેમાં તેણે પીછેહટ કરતા બંને દેશો વચ્ચે સંબધો વણસ્યા છે.