અમેરિકા- ઈરાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ , પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચેતવણી : અમેરિકાના દુશ્મનોને માફ નહિ કરીએ. ..

0
1213

   અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  ચેતવણીભર્યા સૂરમાં કહ્યું હતું કે, અમેરિકાને હેતુ કટ્ટરવાદી ઈસ્લામી આતંકવાદનો નાશ કરવાનો છે, આની કામગીરી ચાલુજ રહેશે. અમેિરકા તેના શત્રુઓને માફ નહિ કરે. 

  હાલ ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરાયા બાદ અમેરિકા- ઈરાનના સંબંધો અતિશય તંગદિલીભર્યા થઈ ગયા છે. ઈરાને જનરલ કમાન્ડર સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઈરાકસ્થિત અમેરિકન સૈનિક કેમ્પો પર રોકેટ દ્વારા હુમલા કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરીને ઈરાન પર ફરી શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મારા શાસન દરમિયાન હું અમેરિકાના દુશ્મનોને હરગિઝ માફ નહિ કરું. અત્યાર સુધી આપણે બીજાના દેશોને બચાવતા હતા, પણ હવે આપણે આપણા અમેરિકા માટે ઊભા થવાનો સમય આવી ગયો છે..