અમેરિકા અને કેનેડા દ્વારા રશિયાના ડિપ્લોમેટ્સને હટાવવાની કાર્યવાહીનો રશિયાનું વહીવટીતંત્ર જડબાતોડ જવાબ આપશે ..

0
861

કેનેડાએ આજે રશિયાના ચાર ડિપ્લોમેટ્સને ( રાજદૂતાલયમાં કામ કરતાં અધિકારીઓ) હાંકી કાઢયા હતા અને અન્ય બે જણાને પરિચય પત્ર આપીને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. એ અંગે પ્રત્યાધાત આપતાં રશિયાના વિદેશ મંત્ર્યાલયના સૂત્રોએ કહ્યું હતું કે, અમે એનો યોગ્ય અને અસરકારક જવાબ આપીશું.

જયારથી બ્રિટનમાં જાસૂસી પ્રકરણના ઘટસ્ફોટમાં રશિયાની સંડોવણી હોવાનો  આરોપ મૂકાયો તે પછી અમેરિકા અને કેનેડાએ પોતાના દેશમાંથી રશિયાના ડિપ્લોમેટસ સાથે આ પ્રકારનું વલણ અપનાવ્યું હતું. ઉપરાંત યુરોપના રાષ્ટ્ર સંઘના 14 દેશોએ  તેમજ યુક્રેને પણ અમેરિકાને અનુસરવાનો સંકેત આપ્યો હતો. અમેરિકાએ હાલમાં રશિયાના દૂતાલયના 60 અધિકારીઓને જાસૂસ હોવાનો આક્ષેપ મૂકીને દેશ- નિકાલ કર્યા હતા.એ સાથે અમેરિકાએ સિયેટલ સ્થિત રશિયાના વાણિજ્ય દૂતાલયને બંધ કરી દેવાનો આદે્શ આપ્યો હતો. અમેરિકાના આ પગલાથી એવું લાગી રહ્યું છે કે અમેરિકા અને રશિયા વચ્ચે શીત- યુધ્ધની શરૂઆત થઈ ચુકી છે. અમેરિકામાંથી જે રાજદ્વારી અધિકારીઓને નિષ્કાસિત કરવામાં આવ્યા તેમાં 12 અધિકારીઓ તો યુનોમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરનારા કાયમી સભ્યો હતા,. અમેરિકામાંથી દેશ- નિકાલ કરવામાં આવેલા રશિયાના અધિકારીઓને પોતાના પરિવાર સાથે 7 દિવસની અંદર દેશ છોડી જવાનું ફરમાન કરવામાં આવ્યું છે.