અમેરિકાસ્થિત યુ-ટ્યુબના હેડકવાર્ટરમાં ગોળીબારની ઘટના – ચાર જણા ઘાયલ, હુમલાખોરનું મૃત્યુ

0
999
Reuters

અમેરિકાના કેલિફોર્નિયાસ્થિત યુ-ટ્યુબના હેડ કવાર્ટરમાં ગોળીબારની ઘટના બની હોવાના સમાચાર મળ્યા હતા. સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એક બંદૂકધારી મહિલાએ અહીં આવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં આશરે ચાર જણા ઘાયલ થયાં હતાં. ગોળીબાર બાદ હુમલાખોર મહિલાએ ખુદને ગોળી મારીને મરવાનું પસંદ કર્યું હતું. તેણે પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ચાર ઘાયલ વ્યક્તિઓમાં એક યુવક પણ હતો. આ યુવક બંદૂકધારી હુમલાખોર મહિલાનો પ્રેમી હોવાનું જાણવા મળ્યું હતું.

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ આ ઘટના બાબત ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.