અમેરિકાસ્થિત ભટ્ટ પરિવાર દ્વારા CHRFને રૂ. દોઢ કરોડનું દાન

 

ચાંગા: મૂળ ચરોતરના બોરસદના વતની અને છેલ્લા ૫૧ વર્ષોથી અમેરિકામાં એરિઝોનામાં સેડોના સ્થિત ભટ્ટ પરિવાર કુંજુબહેન ભટ્ટ, તેમના બે ભાઈ હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ચારૂસેટ હોસ્પિટલ ચાંગાને બે લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું માતબર દાન આપવામાં આવ્યું છે. ભટ્ટ પરિવાર દ્વારા તેમના માતા-પિતા તારાબહેન અને નટવરલાલ ભટ્ટની સ્મૃતિમાં યાદગીરીરૂપે આ દાન આપવામાં આવ્યું છે. કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉમદા અને સમાજોપયોગી સત્કાર્યો કરવાનો અને દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આ માતબર દાન ઘ્ણ્ય્જ્ને પ્રાપ્ત થયું છે.  

નોંધનીય છે કે કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટના સદ્ગત પિતા નટવરલાલ ભટ્ટ સામાજિક અગ્રણી અને પરિવારમાં અને સમુદાયમાં વહાલાભાઈ તરીકે જાણીતા હતા. તેમના પરિવારે આજીવન સંઘર્ષ કર્યો.  કુંજુબહેન ભટ્ટ, હર્ષદભાઈ ભટ્ટ અને નયનભાઇ ભટ્ટ અમેરિકામાં ૧૯૭૦માં આવ્યા પછી કેલિફોર્નિયા અને ત્યાર બાદ એરિઝોનામાં સ્થાયી થયા હતા. તેઓ અમેરિકામાં આવ્યા ત્યારથી કેળવણી મંડળના ટ્રસ્ટી-ઘ્ણ્ય્જ્ના વાઈસ પ્રેસિડન્ટ-ચારૂસેટની ગવનિર્ંગ બોડીના સભ્ય વિરેન્દ્રભાઈ પટેલ સાથે સંકળાયેલા છે. ભટ્ટ પરિવારે વિરેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીત દરમિયાન ચારૂસેટને દાન આપવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. તેઓ વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમાણિકતા, સંવાદિતા, પારદર્શિતાના સિદ્ધાંતોથી આકર્ષાઈ દાન આપવા પ્રોત્સાહિત થયા હતા. જેના પરિણામે તેઓએ બે લાખ ડોલરનો દાનનો ચેક અમેરિકામાં ચારૂસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં જમા કર્યો હતો. આ પરિવારનું આ માતબર દાન સમાજ માટે આરોગ્યલક્ષી પ્રવૃતિઓ કરવામાં મદદરૂપ થશે. નવાઈની વાત એ છે કે ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારૂસેટ કેમ્પસ નિહાળ્યું નથી, પરંતુ વિરેન્દ્રભાઈ પટેલ સાથેના સંબંધો અને વિશ્ર્વાસના કારણે આ દાન આપ્યું છે.  

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચારૂસેટ એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા વર્ષ ૨૦૧૨માં રજિસ્ટર્ડ થયેલી છે.  આ ફાઉન્ડેશનમાં દર વર્ષે નાના મોટા દાન અમેરિકામાં વસતા વિવિધ દાતાઓ દ્વારા આપવામાં આવે છે.  

શ્લ્ખ્માં ચારૂસેટ કેમ્પસની વિવિધ સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી પ્રવૃતિઓ ફ્ય્ત્-ફ્ય્ઞ્ના ધ્યાનમાં આવતી હોય છે અને તેઓ કેમ્પસ ડેવલપમેન્ટ, સ્કોલરશીપ, ગોલ્ડ મેડલ, ચેર, એન્ડોવમેન્ટ ફંડ માટે નિયમિતપણે દાન આપતા હોય છે. અમેરિકામાં ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ વિરેન્દ્રભાઈ પટેલ, વાઈસ પ્રેસિડન્ટ સમીર વી. પટેલ અને સેક્રેટરી પંકજ બી. પટેલ છે. નોંધપાત્ર બાબત છે કે અત્યાર સુધીમાં પાંચ મિલિયન ડોલર ચારૂસેટ એજ્યુકેશન ફાઉન્ડેશનમાં દાન આપવામાં આવ્યું છે