અમેરિકાસ્થિત પાકિસ્તાન દૂતાવાસના રાજદ્વારીઓ માટે ટ્રમ્પનું વહીવટીતંત્ર કડક નિયમો ઘડી રહ્યું છે…

0
809
U.S. President Donald Trump hosts a Public Safety Medal of Valor
Reuters

 

પાકિસ્તાનમાં અમેરિકાના દૂતાવાસના રાજદ્વારીની લેન્ડ ક્રુઝરને નડેલા માર્ગ અકસ્માત માં એક વ્યકતિનું મૃત્યુ થવાથી સર્જાયેલી પરિસ્થિતિ  તેમજ પાકે અમેરિકન અધિકારીઓ પર મૂકેલા પ્રતિબંધને પગલે હવે અમેરિકાએ પાકને સાણસામાં લઈને જબરદસ્ત પ્રતિ પ્રહાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. હવે વોશિંગ્ટનમાં રહેતા પાક અધિકારીઓ માટે નવી આચારસંહિતા ઘડવામાં આવી રહી છે. તેમના માટે અમરિકન પ્રશાસને નવીન કોડ ઓફ કન્ડક્ટ તૈયાર કરી દીધો છે. તે અનુસાર, વોશિંગ્ટનમાં રહેતા પાક દૂતાલયના અધિકારીઓને માત્ર 40 કિલોમીટરના વિસ્તારમાં જ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે. પાકિસ્તાની એમ્બેસી ઉપરાંત અન્ય ચાર વાણિજીય દૂતાવાસોમાં કામ કરનારા પાક કર્મચારીઓને આ અંગે નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. પાકિસ્તાનના દૂતાલયના અધિકારીઓે 40 કિલોમીટરથી વધુ પ્રવાસ કરવો હશે તો એણે અમેરિકન વહીવટીતંત્રને અગાઉથી એની જાણ કરીને પરવાનગી લેવી પડશે.

પાકિસ્તાનમાં અમેરિકાના રાજદૂત કર્નલ જોસેફ ઈમેનુલની કાર સાથે ટકરાઈને એક બાઈક ચાલકનું મૃત્યુ થયા બાદ જોસેફને નોફલાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા. પાકિસ્તાની સરકારની પરવાનગી વિના તેઓ પ્રવાસ કરી  શકે નહિ તેમજ દેશની બહાર જઈ શકે નહિ. ઉપરાંત તેમની સામે ક્રિમિનલ કેસ પણ કરવામાં આવ્યો હતો. અમેરિકા- પાકિસ્તાનના પરસ્પરના સંબંધોમાં કડવાશ અને તણાવની સ્થિતિ છે. ટ્રમ્પનું વહીવટીતંત્ર અમેરિકા સામે બેઅદબી કરનારા પાકિસ્તાનને સબક શીખવાડવા ઉત્સુક છે…