અમેરિકામાં H1B વિઝા સસ્પેન્ડ કરવાની વિચારણા, ભારતીય IT પ્રોફેશનલ્સનું ભાવિ સંકટમાં

 

ન્યુ યોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ટેકનોલોજી કંપનીઓ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા ઇમિગ્રેશન વિઝા માટેના નિયમો કડક બનાવવાની જાહેરાત કરી છે, અને દાવો કર્યો છે કે  અમેરિકન કામદારો માટે નવી સિસ્ટમ વધુ સારી હશે. 

અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે મંગળવારે ઉચ્ચ કુશળ કામદારો માટે કહેવાતાH1B વિઝા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે, જે વાર્ષિક ૮૫,૦૦૦ ઇમિગ્રન્ટ્સને મંજૂરી આપે છે. અમેરિકાની IT કંપનીઓમાં ૭૦% ભારતીયો H1Bવિઝા પર કામ કરે છે. જેને કારણે અમેરિકનોને નોકરી નથી મળતી. એક અંદાજ મુજબ આશરે ૫૦૦,૦૦૦થી વધુ અમેરિકનો H1B વિઝા પર કામ કરતા વિદેશીઓના લીધે નોકરી ગુમાવે છે.

બીજી ઓક્ટોબરે અમેરિકાના એક ફેડરલ જજે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H1b Visa  વિઝાઓ  સહિતના સંખ્યાબંધ વિઝાઓ અને વર્ક પરમિટો પરનો હંગામી પ્રતિબંધ અટકાવ્યો હતો અને ચૂકાદો આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બંધારણીય સત્તા વળોટી ગયા છે. અમેરિકી ડિસ્ટ્રીક્ટ જજ જેફરી વ્હાઇટ જેઓ નોર્ધન ડિસ્ટ્રિક્ટ કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ છે, તેમણે આ આદેશ જાહેર કર્યો હતો જે આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યરિટીને લાગુ પડશે જેમની વિરુદ્ધ અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ વ્યાપાર ઉદ્યોગ સંગઠને અરજીઓ કરી હતી.

આ આદેશથી ઘણા હાનિકારક વિઝા નિયંત્રણો પર તાત્કાલિક પ્રતિબંધ આવશે જે નિયંત્રણો આર્થિક રિકવરી માટે જરૂરી એવી નોકરીની ખાલી જગ્યાઓ ભરવાના આડે આવતા હતા એમ નેશનલ એસોસિએશન ઓફ મેન્યુફકચરર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.  જુન મહિનામાં ટ્રમ્પે એક વટહુકમ જારી કરીને નવા H1B વિઝા જારી કરવા પર આ વર્ષના અંત સુધી માટે પ્રતિબંધ મૂકી દીધો હતો, જે વિઝાનો ઉપયોગ ઘણી અમેરિકન અને અમેરિકામાં કાર્યરત ભારતીય ટેકનોલોજી કંપનીઓ વિદેશથી કર્મચારીઓ બોલાવવા માટે કરે છે અને આ વિઝા પર ઘણા ભારતીય આઇટી કર્મચારીઓ અમેરિકા નોકરી કરવા જાય છે.