અમેરિકામાં હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં ૩૩ લાખ રૂપિયાની સેવા

 

વૂડ બ્રિજ: ન્યૂ જર્સી રાજ્યના વૂડ બ્રિજ શહેરમાં ઈન્ડિયન બીઝનેશ એશોશિએશન (IBA) દ્વારા આયોજીત જગદીશ ત્રિવેદીના હાસ્યના કાર્યક્રમમાં એક હજાર ગુજરાતીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ નિમિત્તે IBA સંસ્થાના પ્રમુખ ધીરેન અમીને પોતાના વતન પાદરા તાલુકાના સેજાકુવા ગામમાં કુલ ૧૧ લાખના ખર્ચે પોતાના માતુશ્રી શારદાબહેન ચંદ્રકાન્ત અમીનના નામની શાળા બનાવવાની જાહેરાત કરી હતી. શિકાગોમાં ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો સંસ્થા દ્રારા જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલાની નિ:શુલ્ક હોસ્પિટલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર માટે કુલ ૨૧ લાખ રૂપિયાનું દાન એકત્રીત થયું જે સંસ્થાના પ્રમુખ હરીભાઈ પટેલ અને કમિટિ મેમ્બર નવીનભાઈ ધોળકીયા દ્વારા સાવરકુંડલા હોસ્પિટલને મોકલવામાં આવશે. જગદીશ ત્રિવેદીએ બન્ને કાર્યક્રમોનો પોતાનો પુરસ્કાર ચાર લાખ રૂપિયા પણ આ બન્ને સેવાયજ્ઞમાં અર્પણ કરેલ હતો.