અમેરિકામાં સેલી વાવાઝોડાથી ભારે વરસાદ, પૂર

 

વોશિંગ્ટનઃ વાવાઝોડું સેલી બુધવારે વધુ શક્તિશાળી બની કેટેગરી-૨ તોફાનમાં ફરવાઈને અલબામાના ગલ્ફ શોર નજીક ત્રાટકયું હતું જેના પગલે ચક્રવાતી વરસાદ આવ્યો હતો, હવામાન ખાતાએ ફ્લોરીડા પાનહન્ડલથી લઈને મિસીસીપી અને અંદરના વિસ્તારોમાં જોખમી પૂર આવવાની આગાહી કરી હતી. 

સેલી સ્થાનિક સમય મુજબ સવારે ૪.૪૫ વાગે ૧૬૫ કિ.મી. પ્રિત કલાકની ઝડપથી કાંઠા પર ત્રાટક્યું હતું. સેલીએ ગલ્ફ કોસ્ટમાં શક્તિશાળી બળ અને વરસાદથી ભારે નુકસાન પહોંચાડયું હતું. પેનસાકોલા બીચ, ફ્લોરીડાથી પિશ્ચમ તરફ દૌફન દ્વિપ, અલબામા સુધી વાવાઝોડાએ ભારે તારાજી કરી હતી. ત્યારબાદ તેનું કેન્દ્ર કાંઠા પર ત્રાટક્યું હતું. બુધવારની સવાર સુધી આશરે ૧.૫૦ લાખ ઘરોની વીજળી જતી રહી હતી. ગલ્ફ શોરના અલબામા શહેરમાં જોખમી સ્થિતિને જોતા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પાનહેન્ડલ્સ એસ્કામ્બિયા કાઉન્ટીના પ્રમુખ શેરીફે વચન આપ્યું હતું કે તેમના અધિકારીઓ નાગરિકોને સુરક્ષિત કર્યા બાદ જ પરત આવશે. વાવાઝોડાની આગાહી કરતા કેન્દ્રના એડ રેપાપોર્ટે કહ્યું હતું સેલી જવલ્લે જ આવતા તોફોનો પૈકી છે અને તે અભૂતપૂર્વ સાબિત થઈ શકે છે.