અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય મૂળના કમલા હેરિસના નામની ઘોષણા કરી…

 

    અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ડેમોક્રેટ અને રિપબ્લિક – બન્ને રાજકીય પક્ષો વચ્ચે રસાકસી થઈ રહી છે. રિપબ્લિકન પાર્ટીની પ્રમુખ પદના ઉમેદવાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં અનેક ઉથલપાથલ થઈ છે.. અમેરિકાના આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં ખૂબ જ અણધાર્યા પરિવર્તનો આવ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની કુનેહ અને કુશલતા અંગે પ્રજાના માનસમાં અનેક શંકાઓ જન્મી છે. કોરોનાની મહામારીના પ્રતિકાર માટે સરકારી નીતિમાં રહેલી ઉણપોને કારણે અનેક નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ખોયાં હતા. કોરોના અંગે લેવી જરૂરી કાળજી અને અનિવાર્ય પગલાને અભાવે દેશમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. વિશ્વમાં સૌથી વધારે જાનહાનિ અને્ સંક્રમણ અમેરિકામાં થયું હતું. હાલની પરિસ્થિતિમાં પણ હજી અમેરિકામાં સંક્રમણના કેસ બની રહ્યા છે. એ જરીતે ઈમિગ્રશન પરત્વે નવા નવા કાનૂનો લાદીને વિદેશીઓમાં ટ્રમ્પે નારાજગી વહોરી લીધી છે. હાલમાં એઅમેરિકાના લોકોનું વલણ કરાતું નથી. પણ ડેમોક્રેટ (પ્રમુખપદ માટે) ઉમેદવાર તરીકે જો બાઈડનની સ્થિતિ મજબૂત બની રહી છે. જો બાઈડને તાજેતરમાં જ ઉપ- પ્રમુખપદ માટે ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું. કમલા હેરિસની ઉંમર 55 વર્ષની છે. જો તેઓ ચૂંટાઈ આવશે તો અમેરિકાના બીજા નંબરના સર્વોચ્ચ હોદા્ પર તેઓ સૌપ્રથમ ભારતીય મૂળનાં મહિલા હોવાનું સન્માન પ્રાપ્ત કરશે. અત્યારસુધીમાં માત્ર બે વખત જ કોઈ મહિલા ઉપ- પ્રમુખપદના ઉમેદવાર બન્યાં છે. 1984માં ડેમોક્રેટ ગેરાલ્ડિન ફેરારો અને 2008માં રિપબ્લિકન પાર્ટીનાં સારા પેલિનને ઉપ- પ્રમુખપદના ઉમેદવાર બનાવાયાં હતા. પરંતુ આ બન્ને મહિલા ઉમેદવારોમાંથી કોઈની પણ જીત થઈ નહોતી. 

      કમલા હેરિસ હાલ સેનેટના સભ્ય છે. તેઓ કેલિફોર્નિયાના એટર્ની જનરલ રહી ચૂક્યા છે. કમલા હેરિસની ઓળખ ભારતીય- અમેરિકન રાજકીય નેતા તરીકેની છે. તેમનાં માતા શ્યામલા ગોપાલન ભારતના તામિલનાડુ રાજ્યના વતની છે. તેઓ તબીબી ક્ષેત્રમાં કેન્સર રિસર્ચર તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. કમલા હેરિસના નાના પીવી ગોપાલન ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. દેશ આઝાદ થયા બાદ તેઓ સિવિલ સર્વેન્ટ બન્યાં હતા. કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના છે. તેઓ ઈકોનોમીના પ્રોફેસર હતા. કમલા હેરિસ ઉપ- પ્રમુખપદના ઉમેદવારોના લિસ્ટમાં સૌ પ્રથમ અશ્વેત સભ્ય છે. તેમણે ડેમોક્રેટિક પાર્ટી  તરફથી પ્રમુખપદની દાવેદારી રજૂ કરી હતી, જો કે પ્રાયમરી ચૂંટણીમાં તેમનો બાઈડન અને બર્ની સેન્ડર્સ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ડેમોક્રેટિક પાર્ટી એક ડિબેટમાં તેમણે જો બાઈડન સામે વંશવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. જો બાઈડન અને કમલા હેરિસના પરસ્પરના સંબંધોમાં એક મહત્વની વાત એ છેકે, જો બાઈડનના પુત્ર બિયુ અને કમલા – બન્ને સારા મિત્રો છે. બિયુ ડેલાવેરના એટર્ની જનરલ રહી ચુક્યા છે. કમલા હેરિસે અનેક વખત જો બાઈડનની ટીકાઓ પણ કરી છે. ગત વરસે જો બાઈડને એ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. એક સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર, બિયુના કારણે જ બાઈડન અને કમલાના સંબંધો સારા થયાં છે. કમલા હેરિસના માતા ભારતીય અને પિતા આફ્રિકન હોવાને કારણે – બન્ને સમુદાયમાં તેમની સારી પકડ છે. જયોર્જ ફલોઈડના મૃત્યુ બાદ અશ્વેતોમાંં ટ્રમ્પ સરકાર પ્રત્યે રોષ અને નારાજગી છે. આથી ડેમોક્રેટિક પાર્ટી અશ્વેત સમુદાયને પોતાની તરફેણમાં કરવા માગે છે. પ્રાયમરી ચૂંટણી દરમિયાન કમલા હેરિસે એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે પોતે અશ્વેત હોવા માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. એ સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિની પ્રશંસા પણ કરી હતી. 

       અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કમલા હેરિસની ઉપ- પ્રમુખપદના ઉમેદવાર તરીકે થયેલી પસંદગી પરત્વે પોતાનું સમર્થન જાહેર કરતાં જણાવ્યું હતું કે, દેશ માટે આ સારો દિવસ છે. કમલાએ તેમની કારકિર્દી દેશના બંધારણની સુરક્ષા કરવામાં વ્યતીત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here