અમેરિકામાં ભારતીયો સૌથી વધુ પૈસાદાર છેઃ મીડિયા અહેવાલ

 

ન્યુ યોર્કઃ અમેરિકામાં ભારતીયોની સરેરાશ પારિવારિક આવક ૧,૨૩,૭૦૦ ડોલર છે, ૭૯ ટકા કોલેજ ગ્રેજ્યુએટ છે. આમ તેમણે પૈસા અને કોલેજ શિક્ષણની બાબતમાં અમેરિકન વસતીને પાછળ મૂકી દીધા છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયુ હતું જેણે તાજા વસ્તી ગણતરીના આંકડાઓને ટાંકયા હતા.

અમેરિકામાં એશિયન તરીકે ઓળખાતા લોકોની સંખ્યા છેલ્લા ૩ દાયકામાં લગભગ ત્રણ ગણી થઈ છે. દેશના ચાર સૌથી મોટી જાતિ અને વંશના લોકો પૈકી એશિયન સૌથી ઝડપથી વિકાસ કરતા લોકો છે, એમ ન્યૂયોર્ક ટાઈમ્સે વસતી આંકડાના વિશ્લેષણમાં જણાવ્યું હતું. અત્યારે ૪૦ લાખ જેટલા ભારતીયો અમેરિકામાં રહી રહ્યા છે જેમાં ૧૬ લાખ વિઝાધારકો, ૧૪ લાખ પ્રાકૃતિક રીતે નિવાસી છે અને લાખો અમેરિકામાં જન્મેલા નિવાસી છે.

ભારતીય પરિવારોની સરેરાશ આવક ૧,૨૩,૭૦૦ ડોલર છે જે દેશની સરેરાશ આવક ૬૩,૯૨૨ ડોલર કરતા બમણી જેટલી છે. ૭૯ ટકા ભારતીયો કોલેજ ગ્રેજ્યુએટ છે જ્યારે દેશભરમાં ગ્રેજ્યુએટની ટકાવારી ૩૪ ટકા છે, એમ અહેવાલમાં જણાવાયુ હતું.

અસલમાં અમેરિકામાં અન્ય એશિયન જૂથો કરતા ભારતીયોની સરેરાશ પારિવારીક આવક વધુ છે. તાઈવાન અને ફિલીપાઈન્સના પરિવારોની સરેરાશ આવક ક્રમશઃ ૯૭,૧૨૯ અને ૯૫,૦૦૦ છે, તેઓ બીજા અને ત્રીજા ક્રમ પર છે. માત્ર ૧૪ ટકા ભારતીયોની સરેરાશ પારિવારીક આવક ૪૦,૦૦૦ ડોલર કરતા ઓછી છે જ્યારે દેશભરમાં આવા પરિવારો ૩૩ ટકા છે.

ભારતીયો ઉચ્ચ પગાર ધરાવતા ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રભુત્વ ધરાવે છે જેમાં કમ્પ્યુટર સાયન્સ, નાણાંકીય પ્રબંધન અને મેડિસીન સામેલ છે. અમેરિકામાં ૯ ટકા તબીબો ભારતીય વંશના છે, એમ અહેવાલમાં કહેવાયું હતું.અમેરિકી વસ્તીમાં વિકસી રહેલા જૂથ તરીકે એશિયન અમેરિકનો ચૂંટણી સંબધિત રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા