અમેરિકામાં પણ રામ નામનો નાદ, રસ્તા પર ઉતરી લોકોએ કરી ઉજવણી

 

વોશિંગ્ટનઃ માત્ર ભારતમાં જ નહીં અમેરિકામાં રામ નામનો નાદ  સંભળાઇ રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકામાં રહેતા ભારતીયોએ ઉજણવી કરી છે. સાથે જ યુએસના તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે. વોશિંગ્ટનના કેપિટલ હિલની બહાર ભારતીયો ભેગા થયા અને તેમની વર્ષો જુની ઇચ્છાને પૂરી થતા જોઇ ખુશી વ્યક્ત કરી હતી. તે દરમિયાન ‘જય શ્રી રામ’ના નારા પણ લાગવ્યા હતા. કેટલાક ભારતીયોએ ભગવા કપડાં પહેરેલા હતા અને તેમના હાથમાં ભગવો ધ્વજ પણ હતો. સાથે જ ભવ્ય રામ મંદિરની ડિજિટલ તસવીરોવાળી ઝાંખી પણ કરાવવામાં આવી હતી.

હિન્દુ સમુદાયના નેતાઓએ કહ્યું હતું કે રામ મંદિરના ભૂમિ પૂજન સમયે અમેરિકાના તમામ મંદિરોમાં વિશેષ પૂજા તેમજ અર્ચના કરવામાં આવશે. મોટી મોટી સંખ્યામાં અમેરિકામાં રહેતા ભારતીયોએ કહ્યું હતું કે, તેઓ ભૂમિ પૂજનની ખુશીમાં તેમના ઘરોમાં દીવા પ્રજ્વલીત કરશે. હિન્દુ મંદિર કાર્યકારી સંમેલન અને હિન્દુ મંદિર પુજારી સંમેલન તરફથી ભારતીય-અમેરિકાના લોકોએ મોટી સંખ્યામાં સામૂહિક વર્ચ્યુઅલ પ્રાર્થનાનો ભાગ બનવાની અપીલ કરી હતી.

આ રીતે ન્યુ યોર્ક શહેરમાં પણ હિન્દુ સમાજના નેતાઓએ આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રસંગે અમેરિકા-ભારત સાર્વજનિક મામલાની સમિતિના અધ્યક્ષ જગદીશ સેહવાનીએ જણાવ્યું હતું કે, ટાઇમ્સ સ્ક્ેવરના એક વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિરનું ૩ઝ઼ ચિત્ર પ્રદર્શન કરવામાં આવશે. તેના માટે જે પ્રમુખ હોર્ડિંગને લીઝ પર લેવામાં આવ્યા છે તેમાં વિશાળ નૈસડેક સ્ક્રીન અને ૧૫,૦૦૦ વર્ગ ફૂટની એલઈડી ડિસપ્લે સ્ક્રીન સામેલ છે.