અમેરિકામાં ન્યુ જર્સી રાજ્ય H1-B  વિઝાધારકોનાં સંતાનોની કોલેજ ફી ઘટાડશે

ન્યુ યોર્કઃ અમેરિકામાં આઇટીક્ષેત્રે કામ કરતા મોટા ભાગના ભારતીયોને રાહત આપતા સમાચાર એ છે કે ન્યુ જર્સી રાજ્યે ણ્૧-ગ્ વિઝાધારકોનાં બાળકોની કોલેજની ફીમાં ઘટાડો કરવા નિયમ બનાવવા યોજના બનાવી હતી. એમ માનવામાં આવે છે કે આ કાયદો અમલમાં આવ્યા પછી ભારતીય વ્યવસાયીઓનો નાણાકીય બોજ ઘટશે. ન્યુ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ લ્૨૫૫૫ ખરડા પર સહી કરી હતી, જેના કારણે હવે ન્યુ જર્સીના વિદ્યાર્થીઓ જેઓ ણ્૧-ગ્ વિઝાધારકોનાં સંતાનો છે તેમની કોલેજ ફીમાં ઘટાડો થઈ જશે. ઉચ્ચ શિક્ષણની સરકારી સંસ્થાઓમાં તેઓ ઇન-સ્ટેટ માટે પાત્ર બનશે.
આઇટી પ્રોફેશનલો મોટા ભાગના ભારતીયો છે અને આ કાયદો આવવાથી ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ઇમિગ્રેશનના કાયદા વધુ કડક બની રહ્યા છે અને ખાસ ચકાસણી શરૂ કરાશે એવા વાતાવરણમાં તેમનો નાણાકીય બોજ ઘટશે અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
ન્યુ જર્સીને ઉચ્ચ શિક્ષણમાં એક સમાન તક મળવી જોઈએ અને આજે આ વાતને શક્ય બનાવવા માટે અમે એક ડગલું આગળ વધી રહ્યા છીએ. આપણા વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરે, સારા ભવિષ્ય તરફ કૂચ કરે અને અહીં તેમના ગૃહ રાજ્યમાં પોતાનાં સપનાં સાકાર કરવા તેમને મદદ કરવા આ ખરડા પર સહી કરતાં મને ગૌરવ થાય છે’ એમ મર્ફીએ કહ્યું હતું. જેમના વાલીઓ અથવા મોટા ભાગના ણ્૧-ગ્ વિઝાધારક હોય તેવાં આરશ્રત સંતાનોને આ કાયદો રાહત આપશે. કોઈ સંતાને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી ન્યુ જર્સીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય અને ન્યુ જર્સીની હાઇસ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવાની શરત પૂરી કરી હોય તેમને આઉટ ઓફ સ્ટેટ ટયૂશન ભરવામાંથી મુક્તિ મળશે.
ન્યુ જર્સી રાજ્યમાં પ્રિન્સટન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આવેલી છે. ઉચ્ચ શિક્ષણના મંત્રી ઝકિયા સ્મિથ એલિસે કહ્યું હતું કે ન્યુ જર્સી અમારા નાગરિકોને પરવડે એવી કોલેજો બનાવવા તરફ આગળ વધે છે. નવા કાયદાથી પોસ્ટ સેકેન્ડરી શિક્ષણની તકો વધશે. ન્યુ યોર્કસ્થિત ભારતીય નાયબ કોન્સલ જનરલ શત્રુ સિંહાએ આ પગલાને આવકાર્યું હતું અને ટ્વીટ કર્યું હતું કે ભારતીય સમુદાય માટે આ એક શુભ પહેલ છે. આ ખરડાને ગૃહમાં રજૂ કરનારાઓમાં ભારતીય વિન ગોપાલ, સેનેટર એમ. ટેરેસા રૂઇઝ અને એસેમ્બ્લી મેમ્બર રાજ મુખર્જીનો સમાવેશ થતો હતો.