અમેરિકામાં ડોકટરોની અછત વર્તાય  છે.ભારતીય તબીબો માટે એચ-1બી વિઝાની કાર્યવાહી ઝડપી કરવા માટે  તેમજ જેમ બને તેમ જલ્દી તેમને સિટિઝનશિપ આપી દેવાની ભલામણ કરતો ખરડો (બિલ) સેનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

0
874

અમેરિકાની સેનેટમાં હાલમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મિસિસિપીના રિપબ્લિકન સનેટર રોજર વિકરે તેમજ તેમના સમર્થક અન્ય બારથી વધુ સેનેટરોએ સાથે મળીને ભારતીય તબીબો માટે એચ- 1બી વિઝાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા તેમજ વરસોથી ગ્રીનકાર્ડની રાહ જોતા ભારતીય મૂળના ડોકટરોને વહેલી તકે નાગરિકત્વ આપવા રજૂઆત કરવામાં આવી છે.

અમેરિકાની અતિ પ્રતિષ્ઠિત ભારતીય – અમેરિકન તબીબોની સંસ્થા – આપીના કો- ચેરપર્સન ડો. સંપત શિવાંગીના જણાવ્યા અનુસાર, આપીના અગ્રણીઓ ઉપરોક્ત પ્રસ્તાવ સેનેટમાંરજૂ કરાવવામાટે સેનેટર રોજર વિકરને ગત એપ્રિલ, 2018માં મળ્યા હતા. અમેરિકામાં ડોકટરોની તંગી અનુભવાઈ રહી છે. આથી સરકારી વહીવટીતંત્રે ભારતીય મૂળના તબીબો માટે સુવિધા વધારવી જોઈએ. ડો. સંપટ શિવાંગીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં માત્ર એક ટકો જ વસ્તી ધરાવતા ભારતીય અમેરિકનોએ અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમેરિકામાં આવીને વસતા ભારતીય -અમેરિકનો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહયા છે. વ્યાપાર- વાણિજય,આરોગ્ય( હેલ્થ કેર) , શિક્ષણ તેમજ આર્થિક સંસ્થાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય- અમેરિકનોએ કરેલા મહત્વના પ્રદાનની નોંધ આખી દુનિયાએ લીધી છે. હેલ્થ કેરના ક્ષેત્રમાં દરેક 7 તબીબોમાં એક તબીબ ભારતીય- અમેરિકન છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબો અમેરિકાના 40 મિલિયન જેટલાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડે છે.

અમેરિકામાં વધતી જતી વસ્તીને લક્ષમાં રાખીને વિચાર કરીએ તો 2020ની સાલ સુધીમાં 90 હજાર તબીબોની અને 2025ની સાલ સુધીમાં એકલાખ, 30 હજાર તબીબોની ખોટ વર્તાવવાની સંભાવના છે. અમેરિકામાં આરોગ્ય અંગે ગુણવત્તાપૂર્ણ સ્તર જાળવી રાખવું હોય તો ભારતીય- અમેરિકન તબીબો  માટેના વિઝાના નિયમો તેમજ ગ્રીન કાર્ડને લગતી જોગવાઈમાં પરિવર્તન કરવું જરૂરી છે. આપી દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો અનુકૂળ પ્રતિભાવ પડ્યો છે. આથી જ સેનેટમાં પેશ કરવામાં આવેલું બિલ પસાર થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.