અમેરિકામાં જન્મ દર ૩૫ વર્ષમાં સૌથી ઓછો

 

વોશિંગ્ટનઃ ગયા વર્ષે પણ અમેરિકામાં જન્મ દર નીચો ગયો હતો જેના કારણે ૩૫ વર્ષમાં નવા જન્મેલા બાળકોની સંખ્યા ઓછી થઈ હતી. છેલ્લાં એક દાયકાથી પણ વધુ સમયથી દેશભરમાં બાળકોનો જન્મ ઓછો થઈ રહ્યો છે તેનો આ સંકેત છે. અમુક નિષ્ણાંતોનું માનવું છે કે વૈશ્વિક મહામારી કોરોના અને અર્થતંત્ર પર તેની અસરના કારણે બાળકોના જન્મ દરમાં વધુ ઘટાડો થશે. 

આગાહી કરી ન શકાય તેવું વાતાવરણ અને ભવિષ્ય અંગે ચિંતાના કારણે મહિલાઓ બાળક અંગે બે વખત વિચાર કરશે, એમ ડો. ડેનાઈઝ જેમીસને કહ્યું હતું. સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા જારી કરાયેલો અહેવાલ ગયા વર્ષે જારી કરાયેલા જન્મ પ્રમાણપત્રના ૯૯ ટકાથી વધુની સમીક્ષા પર આધારિત છે.