અમેરિકામાં જન્મતાની સાથે જ અમેરિકાનું નાગરિકત્વ હાંસલ કરવાની સુવિધા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંધ કરવા માગે છે…

0
887
U.S. President Donald Trump hosts a Public Safety Medal of Valor

આખી દુનિયામાં અમેરિકા જ એક એવો દેશ છે કે, જયાં કોઈ વ્યક્તિ પ્રવાસી તરીકે જાય (મહિલા) અને થોડાક મહિના કે થોડાક દિવસે કે થોડાક કલાકો પછી એ બાળકને જન્મ આપે એટલે તરત જ એનું સંતાન અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરી લે છે. અમેરિકામાં પ્રવાસે આવનારા અનેક પ્રવાસીઓના સંતાનો આ રીતે અમેરિકાનું નાગરિકત્વ સહજતા- સરળતાથી મેળવી લે છે. જન્મતાંજ બાળક અમેરિકાનું નાગરિક બની જાય છે અને નાગરિકને મળતી તમામ સુવિધાઓ આપોાઆપ  મેળવી લે છે. કેટલાક વિદેશી પ્રવાસીઓ પોતાની અમેરિકાની ટૂર જ એ રીતે ગોઠવતા હોય છે કે, તેઓ અમેરિકામાં પ્રવાસ કરતાં હોય એ સમયગાળા દરમિયાન જ એમનું બાળક પેદા થાય.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ  પ્રશાસનની આ સિસ્ટમને ખતમ કરવા માગે છે. તેમને આ સિસ્ટમ હાસ્યાસ્પદ લાગે છે. અનેક પ્રવાસીઓ  આ સુવિધાનો લાભ ઊઠાવીને પોતાના સંતાનને માટે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરી લેતા હોય છે.

વિશેષજ્ઞોનું માનવું એવું છે કે, ઉપરોકત સુવિધા રદ કરાવવા માટે નવો કાનૂન બનાવવો પડે. એ માટે સંસદમાં પ્રસ્તાવ પસાર કરાવવો જરૂરી છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પના કહ્યા અનુસાર, તેઓ જરૂરી હોય ત્યારે દેશના કાયદામાં સુધારો કરી શકેછે. સંસદ નવા પ્રસ્તાવિત કાનૂનને મંજૂરી ન આપે તો વિશેષ આદેશ જારી કરીને પ્રમુખ કાયદાને અમલી બનાવી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here