અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા જતા ચાર ભારતીયોનું ઠંડીથી મોત

 

ટોરોન્ટા: અમેરિકા-કેનેડાની સરહદ પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકોનાં અતિશય ઠંડીના કારણે મોત થયાં છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જોકે, આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ જણાવ્યું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ ચાર શબ મળ્યાં જેમાં બે શબ વયસ્કોનાં, એક કિશોર અને એક બાળક છે. જ્યારે શબ બરામદ થયાં ત્યારે ત્યાં માઇનસ ૩૫ ડિગ્રી તાપમાન હતું. અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે