અમેરિકામાં કોરોના સંક્રમણની સંખ્યા 50 લાખથી વધુ …

 

   અમેરિકામાં હજી કોરોના સંક્રમણનો આંક ઘટવાનું નામ લેતો નથી. ગત જૂન મહિના સુધી આ આંકડો 25 લાખનો હતો, જે દોઢ મહિનામાં વધીને 50 લાખનો આંક વટાવી ગયો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ જુલાઈ મહિનામાં કુલ કોરોનાના સંક્રમણના 19 લાખ કેસ સામે આવ્યા હતા. પરંતુ રાહતના સમાચાર એ છે કે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘટી છે. રિકવરી રેટ વધીને 97 ટકા જેટલો થઈ ગયો છે. અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ 25 લાખ, 52 હજાર અને 161 લોકો સાજા થયા હતા. અમેરિકામાં ગત માર્ચ મહિનાથી કોરોનાનાં સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી હતી. 31 જુલાઈ સુધીમાં સંક્રમિતોની સંખ્યા 47 લાખથી વધુ થવા પામી હતી. ઓગસ્ટ મહિનાના પાંચ દિવસોમાં દેશમાં કુલ 3 લાખ 30,000 નવા કેસ સામે આવ્યા હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.