અમેરિકામાં કોરોના વાઇરસના કેસ ૧૦ લાખને પાર

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધી ૫૯,૦૦૦થી વધારો લોકોના મોત થયા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ, અમેરિકામાં અત્યાર સુધી ૧૦ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમેરિકામાં ૧૦,૧૨,૩૯૯ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ગયા છે. જે દુનિયાભરમાં સૌથી વધારે છે. જો કે કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપીને અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું કે, અમે મૃતકોની સાથે સાથે તેમના પરિવારના લોકો માટે પણ પ્રાર્થના કરતા રહશું. આવું પહેલા ક્યારેય બન્યું ન