અમેરિકામાં કોરોના કેસોનો આંકડો આઠ લાખને પારઃ ૪૭૬૮૧નાં મોત

 

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાની મહામારીથી અત્યાર સુધીમાં ૧,૮૪,૩૫૪ના મોત  થયા છે. અમેરિકામાં એક દિવસમાં ૨૩૪૧ના જીવ ગયા તેમજ અત્યાર સુધીમાં ૪૭,૬૮૧ના મોત થયા છે. બીજીબાજુ સંક્રમણના કેસ ૮,૪૯,૦૯૨ પર પહોંચ્યો છે. નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝે કહ્યું કે, અમેરિકાએ મહામારીનો સામનો કોઇ ત્રીજી દુનિયાના દેશની સમાન કર્યો ત્યાં લોકોને મદદ પહોંચાડતી સેવાઓ નિષ્ફળ સાબિત થઇ રહી છે. અમેરિકાના ૧૪ ટકા લોકો સરકારના ફૂડ વાઉચરથી મળતા ભોજન પર નિર્ભર છે. વિશ્વમાં સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે.