અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં ૧૩.૩ લાખ કેસ

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અધધધ ૧૩.૩ લાખ કેસ નોંધાયા હતા. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં આટલા બધા કેસ એકસાથે આવ્યા છે. આ પહેલા ત્રીજી જાન્યુઆરીએ અમેરિકામાં એક જ દિવસમાં દસ લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. અમેરિકામાં તબીબી એજન્સીઓની પાસેથી મળેલી જાણકારી મુજબ સોમવારે દસ જાન્યુઆરીના રોજ ૧,૩૬,૦૬૪ લોકો ભરતી કરવામાં આવ્યા. ગયા વર્ષે જાન્યુઆરીમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧,૩૨,૦૫૧ લોકો હોસ્પિટલમાં ભરતી થયા હતા. અમેરિકામાં આટલી મોટી સંખ્યામાં કેસ આવતા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરજસ્ત દબાણ આવ્યું છે અને તે રીતસરનું ધરાશાયી થઈ ગયું છે. હોસ્પિટલોમાં પથારીઓનો અભાવ છે.