અમેરિકામાં કાયમી વસવાટ માટે અપાતા ગ્રીનકાર્ડની મર્યાદા હટાવવાની સંભાવના

0
906
U.S. Department of Homeland Security emblem is pictured at the National Cybersecurity & Communications Integration Center (NCCIC) located just outside Washington in Arlington, Virginia September 24, 2010. REUTERS/Hyungwon Kang

આગામી 3 જાન્યુઆરી 2019ના યોજાઈ રહેલી અમેરિકન સંસદની બેઠકમાં નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. હવે અમેરિકામાં વસતા ગ્રીનકાર્ડ ઈચ્છુક ભારતીય- અમેરિકનો ઝડપથી ગ્રીનકાર્ડ મેળવી શકે એવો માર્ગ ખુલી રહ્યો છે એમ સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. એચ- 1બી વિઝા મેળવીને અમેરિકાનું નાગરિકત્વ હાંસલ કરવાના સપના જોઈ રહેલા ભારતીયો માટે એ આનંદના સમાચાર ગણાય. હાલમાં વિવિધ દેશના લોકો માટે  ગ્રીનકાર્ડની મર્યાદા 8 ટકા રાખવામાં આવી હતી. હવે એ મર્યાદા હટાવવામાં આવે એવી પ્રબળ શક્તા છે. પહેલા તો એચ-1બી વિઝાધારકો માટે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવું એ બહુ મોટી અને લગભગ અશક્ય લાગે તેવી વાત હતી. પરંતુ હવે નવી પરિસ્થિતિ અને નવા કાનૂનોની અંતર્ગત, ક્રમશ…વિદેશમાથી અમેરિકામાં વસવાટ કરી રહેલા લોકો અમરિકાનું ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ- બન્ને ધીરે ધીરે હાંસલ કરી શકશે .