અમેરિકામાં કરાયેલી નવી શોધમાં સામે આવ્યું કોવિડ-૧૯ ફેલાવાનું કારણ

 

બેન્ગોર (યુકે)ઃ અમેરિકામાં કરાયેલી નવી શોધમાં સામે આવ્યું છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-૨થી સંક્રમિત થયા હતાં આ વાઇરસ માનવમાં કોવિડ-૧૯નું કારણ છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ દરમિયાન મીશીગન, પેન્સીલવેનિયા, ઈલિનોઈસ અને ન્યુ યોર્ક રાજ્યોમાં જે હરણોનો ટેસ્ટ કરાયો હતો તે પૈકી ૪૦ ટકામાં એન્ટીબોડી મળી આવી હતી. એક બીજા અપ્રકાશિત અભ્યાસ મુજબ નવેમ્બર ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧ વચ્ચે લોવામાં લેવાયેલા નમૂનાઓ પૈકી ૮૦ ટકા હરણોમાં વાઇરસ મળી આવ્યો હતો. આ રીતે ઉચ્ચ પ્રમાણમાં સંક્રમણ મળી આવતા શોધકોએ તારણ કાઢયું હતું કે હરણો સક્રિય રીતે એક બીજામાં વાઇરસ હસ્તાંતરીત કરે છે. વિજ્ઞાનીઓને સાર્સ-કોવી-૨ના વિવિધ વેરીયન્ટ મળી આવ્યા હતા જે સંકેત કરે છે કે માનવથી હરણમાં સંક્રમણ થયું હોવાના ઘણા કેસ બન્યા હશે. ઉત્તરી અમેરિકામાં મોટી સંખ્યામાં સફેદ પૂંછડીવાળા હરણ છે અને આ તથ્ય છે કે તેઓ કેટલીક વખત લોકોની નજીક રહે છે જેના કારણે બીમારી એક જાતિથી બીજી જાતિમાં પહોંચે તેવી કેટલીક પરિસ્થિતિઓ ઉભી થાય છે. આ અભ્યાસોથી નીકળેલા તારણોએ ચિંતા દર્શાવી છે કે સફેદ પૂંછડીવાળા હરણ સાર્સ-કોવી-૨ના ભંડોળ હોય તેવી શક્યતા છે. નવે. ૨૦૨૦ અને જાન્યુ. ૨૦૨૧ વચ્ચે લેવાયેલા નમૂનાઓ પૈકી ૮૦ ટકા હરણોમાં વાઇરસ મળી આવ્યો હતો.