કર્ણાટકના સિધ્ધારમૈયાએ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને એવું સૂચન કર્યું હતું કે, બેંગલોરમાં કામ કરતા અમેરિકાના કર્મચારીઓના જીવનસાથીઓનો કામ કરવાનો અધિકાર પરત ખેચી લેવો જોઈએ. અમેરિકામાં કામ કરનારા એચ-1બી વિઝાધારકોના જીવનસાથીઓ પર જો કાયદાના બંધનો લાદવામાં આવતા હોય તો ભારતે પણ એનો વળતો જવાબ આપવો જોઈએ એવો મત સિધ્ધારમૈયાએ વ્યક્ત કર્યો હતો.