
વોશિંગ્ટનઃ અમેરિકામાં ચાર વર્ષ પછી ફરી એક વાર શટડાઉનનું સંકટ આવ્યું છે. શુક્રવારે સેનેટરોએ ટેમ્પરરી સ્પેડિંગને મંજૂરી આપવાના પ્રસ્તાવને ફગાવ્યો અને તેની સાથે જોડાયેલા બિલની ડેડલાઇન પણ પૂરી થઇ ગઇ હતી. આ બિલ અમેરિકાના સરકારી ખર્ચાઓની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું હોવાથી શટડાઉનની શરૂઆત થઇ છે. અમેરિકામાં અનેક સરકારી વિભાગ બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓ પગાર વગર ઘેર બેસશે તેમ મનાય છે. આ બિલને મંજૂર કરાવવા 60 મતની જરૂર હતી પણ 48 સેનેટરોએ તો બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ફક્ત પાંચ ડેમોક્રેટે જ બિલની તરફેણમાં મત આપ્યો હતો. બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી અર્થવ્યવસ્થા અત્યાર સુધીની સૌથી સારી પરિસ્થિતિમાં છે.