
અમેિરકા ભારત, ચીન અને ચાર અન્ય દેશોમાંથી આયાત કરવામાં ધાતુમાંથી બનાવવામાં આવેલી પાઈપો પર જબરજસ્ત ડમ્પીંગ ડ્યુટી લગાવી છે. અમેરિકાના સંરક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વ્યાપારિક નુકસાનને પહોંચી વળવા માટે અમેરિકાએ આ આયાત ડયુટી લગાવવાની શરૂઆત કરી હતી. અમેરિકાના વાણિજય વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે્, ઉપરોક્ત દેશો મોટા વ્યાસવાળી વેલ્ડિંગ પાઈપોનું વેચાણ કરે છે. આ પાઈપો ઓછી ડયુટી ભરીને અમેરિકામાં આયાત કરવામાં આવતા હતા , જેને કારણે અમેરિકાને આર્થિક નુકસાન થયું હતું. હવે અમેરિકાને બોર્ડર સિકયુરિટી વિભાગ અને સીમા સંરક્ષણ વિભાગ ભારત અને અન્ય પાંચ દેશો પાસેથી રોકડ નાણાં રૂપે જ આ ટેકસ વસૂલ કરશે.