અમેરિકામાં  અભ્યાસ કરવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં  આ વરસે વધારો થયો છે …

0
745

અમેરિકામાં અબ્યાસ કરવા જતા ભારતના વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્તમાન વરસે 5.4 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગત વરસે 2017માં આશરે 1 લાખ અને 86 હજાર વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહયા હતા. જેની તુલનામાં આ 2018ના વરસે ભારતીય  વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1 લાખ અને 96 હજાર, 271ની થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ટરનેશનલ એજ્યુકેશન એક્ષચેન્જ દ્વારા જારી કરાયેલી યાદીમાં ઉપરોકત માહિતી પ્રાપ્ત થઈ હતી. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા અભ્યાસ કરવા જતા વિદેશના વિદ્યાર્થીઓમાં ભારતના વિદ્યાર્થીઓ 18 ટકા હિસ્સો ધરાવતા હોવાનું જણાવવામાં આવ્યું હતું