અમેરિકાને પણ ચીનની જેમ વિકાસશીલ દેશ ગણાવો : ટ્રમ્પ

 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસના કહેરનો સામનો કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીન ઉપર નિશાન તાક્યું છે. ટ્રમ્પે આરોપ મુક્યો હતો કે ચીન વિકાસશીલ દેશ થઈને ફાયદો ઉઠાવે છે તો અમેરિકાને પણ વિકાસશીલ દેશ ગણવો જોઈએ. તેમણે આરોપ મુક્યો હતો કે ચીન અમેરિકાનો અવિશ્વસનીય રૂપે ફાયદો ઉઠાવે છે અને અન્ય દેશોનો પણ ફાયદો ઉઠાવ્યો છે. તે વિકાસશીલ દેશ હોવાથી ઘણો ફાયદો મળે છે. ભારત પણ વિકાસશીલ દેશ છે. તેવામાં અમેરિકામાં પણ ઘણા વિકાસકાર્ય બાકી હોવાથી વિકાસશીલ દેશ ગણવો જોઈએ