અમેરિકાની સેનેટ સમક્ષ હાજર થયેલા માર્ક ઝુકરબર્ગની સઘન પૂછપરછ

0
1079

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક થવાના મામલા બાબત અમેરિકાની સેનેટ સમક્ષ ઉપસ્થિત રહીને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે સેનેટરો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવા પડ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ જે હોટેલમાં રોકાયા છે તેનું નામ તેઓ  જણાવે. આથી માર્ક ઝુકરબર્ગે હોટેલ અને તેમણે કરેલો મેસેજ બાબત ઉત્તર આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમની ખાનગી ( અંગત) બાબતો સાથે સંકળાયેલા સવાલોના જવાબો આપવાની તેમણે ના પાડી હતી. ડેમોક્રેટ સેનેટર ડરબીને સવાલ કર્યો હતો કે, તમે ગઈકાલે રાત્રે જે હોટેલમાં રોકાયા હતા તેના વિષે માહિતી આપી શકશો? અચાનક આવો અંગત સવાલ સાંભળીને માર્ક ઝુકરબર્ગ થોડા ચોંકી ગયા હતાઅને પછી સ્હેજ સ્વસ્થ થઈને તેમણે એનો ઉત્તર આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ડેટા લીક કૌભાંડનો ઘટસ્ફોટ થયા બાદ અમેરિકાની સેનેટની કાનૂન અને વાણિજ્ય વિષયક કમિટી સમક્ષ તેમણે હાજર થવું પડ્યું હતું. ઝુકરબર્ગે ગત સપ્તાહમાં કેટલાક લોકોને ટેકસ્ટ મેસેજ મોકલ્યા હતા ,જે અંગે તેમણે કોઈ ખુલાસો કર્યો નહોતો. ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરનારા યુઝર્સના બધા રેકોર્ડ સોશ્યલ સાઈટ પાસે ઉપલબ્ધ હોય છે. યુઝર્સે કરેલા ટેકસ્ટ મેસેજ અને ફોન કોલની જાણકારી  સોશ્યલ સાઈટના ઉપકરણ પાસેથી મેળવી શકાય છે. એનો અર્થ એવો થયો કે દુનિયાભરમાં ફેસ બુકનો ઉપયોગ કરનારા કરોડો લોકોની અંગત માહિતીનું પ્રત્યેક દિને હનન થતું રહે છે. બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર ફેસબુકના માધ્યમનો દુરુપયોગ કરીને લોકોના અંગત ડેટાની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કંપનીના તાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે પણ જોડાયેલા હોવાનું કહેવાય છે. આ ડેટા લીક પ્રકરણે ઉગ્ર વિવાદ સર્જ્યો હોવાને કારણ માર્ક ઝુકરબર્ગે છેવટે ડેટા સુરક્ષા બાબત બંદોબસ્ત કરવાની વાત કરી હતી