અમેરિકાના સત્તાધીશ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પદ પરથી પદભ્રષ્ટ કરવ માટે તેમની વિરુધ્ધ મહાભિયોગની કાર્યવાહી કરવામાટેની સુનાવણી શરૂ થઈ ગઈ છે…અમેરિકાની સંસદના ડેમોક્રેટસ સભ્યો મહાભિયોગની સુનાવણીના વિષય બાબત કેટલાક નિયમોમાં પરિવર્તન કરવાની અપેક્ષા રાખી રહ્યા છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. સેનેટરોએ નિષ્પક્ષ કામગીરી બજાવવાના શપથ લીધા છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ( ચીફ જસ્ટિસ ) સમક્ષ સપ્તાહના 6 દિવસ દરરોજ 6 કલાક સુનાવણી કરવામાં આવશે.
દેશના પ્રમુખ સામે મહાભિયોગની કાર્યવાહી કરવાની અમેર્િકાના રાજકીય ઈતિહાસની આ ત્રીજી ઘટના છે. જયારે કોઈ પણ પ્રમુખ પર ગંભીર આરોપ મૂકવામાં આવે ત્યારે તેમની સામે ઈમ્પીચમેન્ટની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ કાર્યવાહીમાં જો પ્રમુખ દોષિત સાબિત થાય તો તેમણે પોતાના હોદા્નો ત્યાગ કરવો પડે છે. અમેરિકાના બંધારણ અનુસાર, પ્રમુખ પર દેશદ્રોહ, લાંચ તેમજ અન્ય અપરાધો સામે મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવે છે.
અમેરિકામાં મહાભિયોગની પ્રક્રિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવથી પ્રારંભ થાય છે. અને મહાભિયોગના પ્રસ્તાવને પસાર કરવા માટે સામાન્ય બહુમતીની જરૂર હોય છે. પરંત સેનેટમાં ઉપરોકત મહાભિયોગના પ્રસ્તાવને પસાર કરાવવા માટે બે તૃતીયાંશ સેનેટરોની બહુમતીની જરૂર પડે છે. આથી અમેરિકાના સંસદના ઈતિહાસમાં આજ દિન સુધી કોઈ રાજકીય પક્ષ બે તૃતીયાંસ બહુમતી લઈને પ્રસ્તાવ પસાર કરાવી શક્યો નથી. પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર અનેઆરોપ મૂકવામાં આવ્યા છે. જેમાં એક મહત્વનો આરોપ એ છેકે, પ્રમુખે પોતાના રાજકીય લાભ માટે ટુક્રેનને અપાનારી 31.9કરોડ ડોલરની સૈન્યમદદ અટકાવી રાખી હતી. તેમના પર સત્તાનો દુરુપયોગ અને સંસદના કામમાં અડચણ નાૈખવાનો પણ આરોપ છે.