અમેરિકાની ભારતને કડક ચેતવણી ચીને હુમલો કર્યો તો રશિયા બચાવવા નહિ આવે

 

અમેરિકાઃ યુક્રેન પર હુમલા બાદથી અમેરિકા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. અનેક પશ્ચિમી દેશો ઉપરાંત અમેરિકા અન્ય દેશો પાસે પણ આ જ પ્રકારની અપેક્ષા રાખી રહ્યું છે. જોકે ભારતે અમેરિકી પ્રતિબંધો છતાંય રશિયા સાથેના પોતાના સંબંધો પર અસર થવા દીધી ન હતી. આ જ કારણ છે કે અમેરિકા રશિયા પાસેથી ભારતની ઊર્જા અને અન્ય વસ્તુઓ આયાતમાં તેજી જોવા નથી માગતુ. યુએસ ડેપ્યુટી રાષ્ટ્રીય સચિવ દલીપ સિંહે કહ્યું કે એ દેશોએ પરિણામો ભોગવવા પડશે. જે યુક્રેન પર આક્રમણ બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધોને રોકવાના પ્રયાસો કરે છે. ટોચના અમેરિકી-ભારતીય સલાહકાર અને મોસ્કો વિરૂદ્ઘ વોશિંગ્ટન તરફથી દંડાત્મક આર્થિક પ્રતિબંધો લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર દલીપ સિંહ યુક્રેન વિરૂદ્ઘ રશિયાના અનુચિત યુદ્ઘના પરિણામો પર ભારત સાથે ચર્ચા કરવા માટે ભારત આવ્યા છે. દલીપ સિંહે ભારતને ચેતવણી આપતા કહ્યું કે રશિયા તમારી રક્ષા માટે આગળ નહિ આવે. તેમણે કહ્યું કે ભારતે એ ન વિચારવું જોઇએ કે જો ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)નું ઉલ્લંઘન કરે છે તો રશિયા તેમને બચાવવા માટે આવશે કારણ કે ચીન અને રશિયા હવે નો લિમિટ્સ પાર્ટનરશિપ છે. ભારતીય પત્રકારો સાથેની વાતચીતમાં દલીપ સિંહે યુક્રેન વિરૂદ્ઘ પુતિનના બિનજરૂરી યુદ્ઘ માટે રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને પરત લેવાની કોશિશ કરનાર કોઇ પણ દેશને પરિણામ ભોગવવાની ચેતવણી આપી.