અમેરિકાની પહેલથી આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ સમાપ્ત

 

નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે યુએસની દખલ બાદ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને ટ્વિટ કરીને કહ્યું, આર્મેનિયનના વડા પ્રધાન નિકોલસ પશીનન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હમ અલિયેવને અભિનંદન. જેઓ મધ્યરાત્રિએ યુદ્ધવિરામનો અસરકારક રીતે પાલન કરવા સંમત થયા. આર્મેનિયા અને અઝરબૈજાનની લડાઇ ૨૯ દિવસથી ચાલી રહી હતી. બંને દેશો ૨૬ ઓક્ટોબરના મધ્યરાત્રિથી યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા હતા. જેની ઘોષણા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને માઈક પોમ્પિયોએ કરી હતી.

આ બંને દેશો વચ્ચે થઈ રહેલા યુદ્ધ પર બીજા દેશોની પણ નજર હતી એવામાં અમેરિકા દ્વારા બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ અને યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ મધ્યસ્થી તરીકે આવ્યા અને તેમની દખલ બાદ બંને દેશો વચ્ચે સમાધાન આવ્યું છે અને બંને વચ્ચે યુદ્ધવિરામ બાદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોનાં વડાને શુભકામનાઓ પાઠવી હતી. આપને જણાવી દઈએ કે આ બંને દેશો વિશ્વનાં નકશા પર બે નાના દેશો છે જે આર્મેનિયા અને અઝરબૈજાન છે અને બંને દેશો વચ્ચે ગત ૨૯ દિવસથી નાગોર્નો કારાબાખને લઈને યુદ્ધ ચાલી રહ્યું હતું. મળેલ માહિતી મુજબ આ યુદ્ધમાં અંદાજિત ૫૦૦૦ જેટલા લોકો માર્યા ગયા છે.

આપને જણાવી દઈએ કે અગાઉ આર્મેનિયા અને અઝરબૈજાન, બંને દેશોએ એક-બીજા સાથે શાંતિ સ્થાપવા તથા સમાધાનમાં રોડા નાખવાનો આરોપ લગાવ્યો હતો. આર્મેનિયાએ અઝેરી સેના પર નાગરિક વિસ્તારોમાં બોમ્બથી હુમલો કરાવવાનો આરોપ લગાવ્યો હતો તો બીજી તરફ અઝરબૈજાને તેના પર લાગેલા આરોપોને નકારી દેતા જણાવ્યું કે તેઓ થઈ રહેલા યુદ્ધને સમાપ્ત કરવા ઇચ્છે છે અને યુદ્ધવિરામ માટે રાજી છે પરંતુ પહેલા અર્મેનિયાની સેનાઓને યુદ્ધ સ્થળને છોડીને જવું પડશે. એવામાં નાગોર્નો કારાબાખનાં સ્થાનીય અધિકારીઓએ અઝેરી સેના પર આસ્કેરન અને માર્ટુની વિસ્તારમાં આર્ટિલરી ફાયરિંગ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તો અઝરબૈજાને પણ તેની પોઝિસન્સ પર નાના હથિયારો, મોર્ટાર અને ટેન્કો દ્વારા હુમલો કર્યો છે તેવું જણાવ્યુ હતુ