અમેરિકાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કયા વિઝાની જરૂર પડશે?

0
1414

અમેરિકન કોલેજમાં પ્રવેશ મેળવવા માટે મારે કયા વિઝાની જરૂર પડશે?
યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણી બધી વિશાળ કોલેજો અને યુનિવર્સિટીઓ આવેલી છે. અભ્યાસ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વિશાળ સંખ્યા દ્વારા અમેરિકાની પ્રથમ પસંદગી કરવામાં આવે છે. હાલમાં લગભગ એક મિલિયન એટલે કે દસ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. એવી ઘણીબધી બાબતો છે જેના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકા આવવાની ઇચ્છા ધરાવે છે તે બાબતોના અમલીકરણની વાત આવે ત્યારે તેને ધ્યાનમાં લેવી જોઈએ. અમારા ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન લો એટર્નીએ વિઝા, આંતરરાષ્ટ્રીય કોલેજની અરજીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી કામગીરીના વિકલ્પો સહિતની કેટલીક સંબંધિત બાબતોની છણાવટ કરી છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રવેશનાં ધારાધોરણો
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશની પ્રક્રિયા માટે સામાન્ય રીતે રાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાગુ પડતાં સમાન ધારાધોરણો લાગુ પડતાં હોય છે. અમેરિકામાં કોલેજ માટે અરજી કરવાની તૈયારી કરવા માટે તમારે તમારા સ્વદેશમાં સારી માધ્યમિક શાળામાંથી ઉચ્ચ જીપીએ મેળવવી જરૂરી છે.
તમારે અમેરિકાસ્થિત પ્રવેશ પરીક્ષાઓ (જેમ કે એસએટી અથવા એસીટી) પાસ કરવાની પણ જરૂર પડશે. જો અંગ્રેજી તમારી પ્રથમ ભાષા ન હોય તો, તમારે ટોફેલ પરીક્ષા આપવાની જરૂર પડશે. વધુ માહિતી માટે તમારે જે શાળામાં પ્રવેશ લેવો હોય તે શાળાના પ્રવેશ વિભાગનો સંપર્ક કરવો જોઈએ.
તમારી કોલેજની પદવી માટે નાણાકીય રોકાણ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ જ્યારે તેઓની પદવી માટે નાણાકીય પરિબળની સલામતીનો પ્રયાસ કરવાની વાત આવે ત્યારે કેટલાક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ફેડરલ ગવર્નમેન્ટ આધારિત લોન મેળવા માટે માન્યતા ધરાવતા નથી. આથી તમારે તમારા સ્વદેશ અથવા બિનનફાકારક સંગઠનમાંથી લોન અને સ્કોલરશિપ લેવાની જરૂર પડશે. અગાઉથી જ તમારી સપનાની પદવી મેળવવા માટે નાણાકીય પરિબળ તૈયાર કરવાની શરૂઆત કરો આથી જયારે એ સમય આવે ત્યારે તમે તે માટે તૈયાર હો છો.
યોગ્ય વિઝા માટે અરજી કરો
ચાર પ્રકારના વિઝા હોય છે જે વિદેશી વિદ્યાર્થીઓ અથવા તો એક્સચેન્જ સ્ટુડન્ટ્સને અમેરિકી કોલેજમાં હાજરી આપવાની મંજૂરી આપે છે.
-એફ-1 વિઝાઃ આ વિઝા કોલેજ-યુનિવર્સિટી-હાઈ સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થામાં ફુલટાઇમ વિદ્યાર્થીઓ માટે હોય છે. એફ-1 વિઝા મેળવનારા વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 12 માસ સુધી અમેરિકામાં રહી શકે છે. તમારે અમેરિકામાં વધુ કાયમી ધોરણે રહેવા માટે તમારા સ્ટેટસમાં ફેરફાર કરી શકો છો.
– એમ-1 વિઝાઃ આ વિઝા વોકેશનલ અથવા નોનએકેડેમીક ઇન્સ્ટિટ્યુશન (જેમ કે ફ્લાઇટ સ્કૂલ, લેન્ગવેજ પ્રોગ્રામ્સ, ટેક્નિકલ સ્ટડીઝ વગેરેમાં ફુલટાઇમ વિદ્યાર્થીઓ માટે હોય છે.
એફ-3 અથવા એમ-3 વિઝાઃ કેનેડા અથવા મેક્સિકોના નાગરિકો જો તેઓ એકેડેમિક અથવા વોકેશનલ ઇન્સ્ટિટ્યુશન માટે ફુલટાઇમ અથવા પાર્ટટાઇમ અભ્યાસ કરવા માટે અમેરિકામાં આવે તો એફ-3 અથવા એમ-3 વિઝા માટે અરજી કરી શકે છે.
જે-1 વિઝાઃ શૈક્ષણિક અથવા સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને જે-1 વિઝા મળી શકે છે. આ વિઝા વિઝિટિંગ પ્રોફેસરો, ટ્રેઇની, શોર્ટ ટર્મ ટીચર્સ, વિઝિટિંગ ડોકટર્સ વગેરે માટે ઉપયોગી છે.
વિઝાપ્રક્રિયા જટિલ છે અને તેને પૂરી થવામાં થોડો સમય લાગી શકે છે. સ્ટુડન્ટ વિઝા મળવામાં સહાયરૂપ થવા અથવા તમારા સવાલોના જવાબો માટે તેમ જ યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો  સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.